શિવને પ્નતિક દૂધ ચડાવી બાકીનું દૂધ જરૂરીયાતમંદ વસાહતમાં અપાશે.

– શુક્રવારથી રૈયા રોડ રામેશ્વર મહાદેવ મંદિરમાં આખો મહિનો ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
– પરોઢ થી રાત સુધી શ્રદ્ધાળુઓ શિવમય બનશે.
– રૂદ્રાભિષેક, પૂજન–અર્ચન, સત્સંગ, દિપમાલા સહિત કાર્યક્રમો.
– શ્રદ્ધાળુઓને સમજાવી શિવનું દૂધ ગરીબોને વિતરણ કરવામાં આવશે.
– હિંડોળા, જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરાશે.
– મંદિરની સમિતિ અને મહિલા સત્સંગ મંડળનું સંયુકત આયોજન.
– મંદિરમાં કોઈપણ જાતના ફંડ–ફાળા કરવામાં આવતા નથી.
રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ અને મંદિરના સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ર૯ મી જુલાઈ શુક્રવારથી આખો શ્રાવણ માસ રામેશ્વર મહાદેવ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. પરોઢથી રાત સુધી મંદિરમાં શિવપૂજા–અર્ચન, રૂદ્વાભિષેક, મહાઆરતી, દિપમાલા અને સત્સંગ મંડળે ભજન–ધૂનનું આયોજન કર્યું છે. શ્રદ્ધાળુઓને સમજાવી શિવને પ્નતિક દૂધ ચડાવી વધેલું દૂધ એકઠું કરી બપોરે દૂધ જરૂરીયાતમંદ વસાહતમાં આપવામાં આવશે. દૂધનો બગાડ કરવામાં આવશે નહિ. મંદિરમાં કોઈપણ જાતના ફંડફાળા કરવામાં આવતા નથી. દૂધના સળંગ અભિષેક માટે પાબંદી કરવામાં આવી છે. દરરોજ બપોરે એક સુધી જ અભિષેક, જલાભિષેક, રૂદ્રી, પૂજા–પાઠ વગેરે સમય નક્કી કરવામાં આવ્યો છે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટની નિગરાનીમાં શ્રાવણ માસ આખો ધાર્મિક કાર્યક્રમો માટે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે શોભનાબેન ભાણવડિયા, હંસાબેન ચુડાસમા, હર્ષાબેન પંડયા, ભારતીબેન રાવલ, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, જયોતિબેન પુજારા ઉપરાંત કમિટીના વિજયભાઈ જોબનપુત્રા, સંજયભાઈ ધકાણ, નવીનભાઈ પુરોહિત, વિનોદરાય ઉપાધ્યાય, ગોવિંદભાઈ ગોહેલ, વિવેકભાઈ રાવલ, પાર્થ ગોહેલ, ભુપતભાઈ મહેતા, એલ. ડી. દવે, પૂજારી પ્નવિણભાઈ જોષી વિગેરે મંદિરમાં સુશોભન, શણગાર, રોશની, હિંડોળા, સોમવાર શિવને વિશેષ પૂજા–મહાઆરતી, દિપમાલા, કમળપૂજા સહિત ભાવપૂર્ણ આયોજન માટે જવાબદારી સોંપવામાં આવી છે. દરરોજ રાત્રીના ઈલેકટ્રીક રોશનીથી મહાદેવધામ શોભાયમાન થશે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટએ વિગત આપતા જણાવ્યું કે તા. ૮/૮ સોમવાર પુત્રદા એકાદશી, તા. ૧પ/૮ સોમવાર સ્વાતંત્ર પર્વ અને ધ્વજવંદન સમારોહ મંદિરના પટાંગણમાં સવારે ૯ કલાકે ઉપરાંત સાંસ્કૃતિ કાર્યક્રમ, તા. ૧૧/૮ ગુરૂવાર સવારે ૧૦ કલાકે સામુહિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે, તા. ૧૪/૮ રવિવાર ફુલકાજળી વ્રતનું પુજન મંદિરના પુજારી દ્વારા કરાવવામાં આવશે, તા. ૧પ/૮ સોમવાર બોળચોથ, તા. ૧૬/૮ મંગળવાર નાગપંચમી, તા.૧૭/૮ બુધવાર રાંધણ છઠ, તા. ૧૮/૮ ગુરૂવાર શીતળા સાતમ, તા. ૧૯/૮ શુક્રવારે જન્માષ્ટમી પર્વની ઉજવણી, આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત રાત્રીના ૧ર–૦૦ કલાકે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે, તા. રર/૮ સોમવાર અજા એકાદશી અને તા. ર૭/૮ શનિવારે અમાસ સાથે શ્રાવણ માસના પર્વની પુર્ણાહુતિ નિમિત્તે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર કમિટીના સુનીતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડીયા અને અલ્કાબેન પંડયાએ પટૃાંગણમાં નિયમિત સફાઈ, સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્નચાર કરી શેરીએ શેરીએ અમલ થાય તે માટે કામગીરી ઉપાડી છે. સત્સંગ મંડળે દરરોજ સાંજે સાડા પાંચથી આરતી સુધી ભજન–ધૂન–કર્તનિ રાખવામાં આવ્યા છે.
રાજકોટ રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે, અનિલ જ્ઞાનમંદિર સ્કૂલની પાછળ મહાદેવધામમાં શ્રાવણ માસમાં પૂજા–પાઠ, અભિષેક, ધાર્મિક કાર્યક્રમોમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, જીવનજ્યોત, રાવલનગર, અમૃતા સોસાયટી, શિવપરા, આસપાસના રહીશો દરરોજ દર્શનાર્થે મંદિરે અચૂક હાજરી આપે છે. આરતી જોવા લોકો સ્વયંભુ આવે છે. લોકોમાં ધાર્મિક ઉત્સાહ વધાર્યો છે.
જીવનનગર વિકાસ સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિ, બેટી બચાવો અભિયાન સહિત સરકારના વિકાસશીલ કાર્યક્રમમાં કારોબારી સભ્યો અને રહીશો જોડાવાના છે. દર સોમવારે પ્નભાતફેરી અને વિશેષ સત્સંગ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસની તૈયારીમાં ઉપપ્નમુખ તેજસ ચોકસી, મુકેશભાઈ પોપટ, વિનોદરાય ભટ્ટ, નવીનભાઈ પુરોહિત, સંજયભાઈ ધકાણ, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, ભરતભાઈ, મહેતા, જેન્તીભાઈ જાની, એલ. ડી. દવે, ગોવિંદભાઈ ગોહેલ, રાજુભાઈ દોમડીયા, હસુભાઈ મોડેસરા, વિજયભાઈ જોબનપુત્રા, રાજેશ વઢવાણા, શૈલેષભાઈ પુજારા, પંકજ મહેતા, અંકલેશ ગોહિલ, હસમુખભાઈ ગોહેલ, વિવેકભાઈ રાવલ તથા મહિલા મંડળના હર્ષાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, જયોતિબેન પુજારા, અલ્કાબેન પંડયા, ભારતીબેન રાવલ, સગુણાબેન વિઠ્ઠલાણી, ભારતીબેન ગંગદેવ, ભદ્રાબેન ગોહેલ, પ્નફુલ્લાબેન બોરીચા, વાસંતીબેન ત્રિવેદી, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, હંસાબેન ચુડાસમા, હર્ષદિાબેન શુકલ, નયનાબેન ઉપાધ્યાય, જયાબેન શાપરીયા, ક્રિશ્નાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, ઉર્મિલાબેન ગોહેલ, કાશ્મીરાબેન દવે, શોભનાબેન નકુમ, પુનમબેન, ભારતીબેન, આરતીબેન, અલ્કાબેન, કંચનબેન, રેખાબેન, જયશ્રીબેન, દિપ્તીબેન, બીનાબેન, પારૂલબેન, ક્રિશ્નાબા, યોગીતાબેન, નેહાબેન, અનેક મહિલા મંડળ સદસ્યો કામગીરી કરી રહ્યાં છે. મંદિરે અભિષેક માટે સવારે પ થી બપોરના ૧ સુધીનો પૂજા માટે સમય નક્કી કર્યો છે તેમ સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.

