ગાંધીનગર મહાનગરના વોર્ડ નં ૮ માં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

તા. ૨૩/૦૭/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ નં ૮ માં પ્રમુખ એબોડ, સૂર્યા સર્કલ, વાસણા હડમતીયા ખાતે વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર શ્રી છાયા કે ત્રિવેદી દ્વારા ઇલેક્શન કાર્ડમાં સુધારા માટે, નવા ઇલેક્શન કાર્ડ કઢાવવા માટે તથા અન્ય વિસ્તારમાંથી એડ્રેસ ટ્રાન્સફર કરાવવા માટેના કેમ્પ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સોસાયટીના રહીશોનો ખુબ જ સારો પ્રતિસાદ મળેલ. આ કેમ્પમાં 53 જેટલા લોકોના સ્થળ ઉપર જ એડ્રેસ ટ્રાન્સફર તથા નવા ચૂંટણી કાર્ડ બનાવવાની પ્રક્રિયા ઓનલાઇન એપ્લિકેશન દ્વારા કરી આપવામાં આવેલ.  જે કાર્યક્રમમાં વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર (એડવોકેટ) સુ.શ્રી છાયા કે ત્રિવેદી, વોર્ડ નં. ૧૧ ના ઉપપ્રમુખ તેજસભાઇ આચાર્ય, વોર્ડ નં. ૮ ના કાર્યકર્તા શ્રી મુંજાલભાઈ રાવલ, કાવ્યા ત્રિવેદી, “પ્રમુખ એબોડ”ના ચેરમેન શ્રી ભરતસિંહ રહેવર, તથા સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહેલા અને આ સેવાકાર્ય ફાળો આપેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *