

રિપોર્ટર-ફઝલભાઈ મેમન-વડાલી
વડાલી શહેરમાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે શહેરના દૂધ ડેરી પાસે આવેલા નવીન નૂતન શ્રી શાંતિનાથ જિનાલય ખાતે પક્ષાલ પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજ ની શુભ પ્રેરણા થી શ્રી શાંતિનાથ જિનાલયે સંતીકરં આદિ સ્તોત્ર સાથે ધંટનાથ-શંખનાદ સાથે પક્ષાલ પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે હિરેનભાઈ દોશી,મહાવીરભાઈ જૈન,વૈભવભાઈ મહેતા,ઉમંગભાઈ મહેતા,મયંકભાઈ શાહ,વૈશુલ ભંડારી,અક્ષત ગાંધી,તીર્થલ ભંડારી ,દર્શન પારેખ,અભયભાઈ મહેતા સહિત જૈન સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
