
મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બનાવશે સેટેલાઈટ અને શીખશે સેટેલાઇટ ડિઝાઇન, ડેવેલોપ, મેન્યુફેકચર, ટેસ્ટ, લોન્ચ અને મોનીટરિંગ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઇન્ડિયન ટેક્નોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થી દ્વારા ડિઝાઇન કરી બનાવેલ 75 સ્ટુડન્ટ સેટેલાઇટ અવકાશમાં મોકલવાનો દૂરંદેશી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે જેની જાહેરાત માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓના યુનાઇટેડ નેશન્સના 75મી જનરલ એસેમ્બલીના સંબોધનમાં નવેમ્બર 2021 માં ન્યૂયોર્ક ખાતે કરી હતી. મારવાડી યુનિવર્સિટી આ મિશનના ભાગરૂપે ક્યુબ સેટેલાઇટ વિધાર્થી દ્વારા ડિઝાઇન, ડેવેલોપ, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી તેને અવકાશમાં લોન્ચ અને મોનીટર કરશે. આ ક્યુબ સેટેલાઇટ ઈસરોની સહાયથી PSLV/SSLV રોકેટ દ્વારા પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (320 – 500 કિમિ) માં તરતો મુકવામાં આવશે. આ સેટેલાઇટ આબોહવા, પૃથ્વીનું અવલોકન, કૉમ્યૂનિકેશન અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડેટા મોકલી સહાયરૂપ બનશે.
ઇન્ડિયન ટેક્નોલોજી કોંગ્રેસ એસોસિએશન (ITCA) એ 75 સેટેલાઈટ્સનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘૭૫ સેટેલાઈટ્સ મિશનની’ જાહેરાત કરી છે જેની અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે જે વિધાર્થીઓને સ્પેસ સાયન્સ જેવા વિષયો માટે જરૂરી લેબોરેટરી એન્ડ ITCA ની ટેક્નોલોજી સહાય દ્વારા સેટેલાઇટ બનાવવો, ટેસ્ટ કરવો તથા લોન્ચ કરવા જેવા વિષયોનું પ્રાયોગિક જ્ઞાન આપશે. આ મિશન માટે નાની મોટી લેબ ઉપરાંત 2 સ્પેશ્યલાઇઝ્ડ લેબનું નિર્માણ કરવામાં આવશે જેમાં એક સેટેલાઇટ લેબ હશે અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન હશે. આ બંને દ્વારા દરેક વિદ્યાર્થી સેટેલાઇટ વિશેનું જ્ઞાન સરળતાથી મેળવી શકશે. પ્રો. (ડૉ) સંદીપ સંચેતી, પ્રોવોસ્ટ, (વાઈસ-ચાન્સેલર), મારવાડી યુનિવર્સિટી પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહે છે, “આજ સુધી, સ્પેસને લગતી ટેક્નોલોજી અને પ્રવૃતિઓ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી તથા મોટાભાગે સરકાર દ્વારા જ તેના માટે નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. આજે, કોઈ પણ નાગરિક, જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થી, ફેક્લટીને પણ સ્પેસ ટેક્નોલોજીમાં સંશોધન અને પ્રદાન કરવાની તક મળી છે. ભવિષ્યમાં, આવા સ્પેસ મિશન પર્યાવરણની મુશ્કેલીઓ નિવારવા જેવા અગત્યના કામો તથા વિકાસને આગળ વધારવામાં વરદાન રૂપ સાબિત થશે. મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવી સ્પેસ ટેકનોલોજીમાં શીખવાની તક ઉપલબ્ધ કરાવવાથી યુનિવર્સિટીમાં ખુબ ઊંડા ટેક્નોલોજી ક્લચર અને મલ્ટી ડિસિપ્લિનરી જ્ઞાનના આદાન પ્રદાન કરતુ એક નવું જ અંતરિક્ષ ઉભું થશે.” ડૉ.એલ.વી. મુરલીકૃષ્ણ રેડ્ડી, પ્રમુખ, ITCA અને ડૉ. કે. ગોપાલકૃષ્ણન, સેકરેટરી, ITCA, એ આ મિશન માટે મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ પર આજે હસ્તાક્ષર કરાયા છે અને તેનો સંપૂર્ણ રીતે અમલીકરણ કરવાની સમજૂતી સધાઈ હતી. પ્રયોગશાળાઓ, સાધનો અને ઉદ્યોગ-વાતાવરણ ઉત્તમ શિક્ષણ માટે આવશ્યક છે. મારવાડી યુનિવર્સિટી જરૂરિયાતો અનુસાર અદ્યતન પ્રયોગશાળાઓ વિકસાવવાનું મહત્વ સમજે છે અને આ મિશનને યોગ્ય ઠરાવવા, શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ લેબોરેટરી વિકસાવાશે. મારવાડી યુનિવર્સિટીની ઔગ્મેન્ટેડ રિયાલિટી લેબ અને વર્ચુઅલ લેબ એક ઉદાહરણ છે કે જેની મદદથી વિદ્યાર્થીઓ મેટાવર્સ જેવી આધુનિક અને મુશ્કેલ ટેક્નોલોજી સાથે પરિચિત થાય છે. ટેક્નોલોજી-આધારિત જ્ઞાન તે આજના સમયની માંગ છે અને મારવાડી યુનિવર્સિટી આજની શૈક્ષણિક સંસ્થાઓ માટે એક ઉત્તમ દાખલો છે. મારવાડી યુનિવર્સિટીમાં બહુમુખી પ્રતિભા કેળવવાનો હંમેશા લક્ષ્ય રહ્યો છે. આમ કરવાથી વિદ્યાર્થીઓ, શૈક્ષણિક ઉપરાંત, વ્યવહારિક શિક્ષણ સાથે સંકળાયેલા રહે છે. આના અનુસંધાનમાં મારવાડી યુનિવર્સિટીએ Coursera પ્લેટફોર્મ મારફત વિદ્યાર્થીઓને એકૅડેમિક્સ સિવાયના વિષયોને શીખવા પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓને Coursera સાથે 4600+ અભ્યાસક્રમો ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે જે નોકરી માટે યોગ્ય અને કૌશલ્ય આધારિત છે. હાલમાંજ મારવાડી યુનિવર્સિટી દ્વારા Upgrade Campus સાથે MBA બિઝનેસ એનાલિટિક્સના વિદ્યાર્થીઓને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ, HR એનાલિટિક્સ, બિઝનેસ ઇન્ટેલિજેન્સ, સપ્લાય ચૈન એનાલિટિક્સ, IoT વગેરે જેવા કોર્સીસનું ઇન્ડસટ્રી લેવલ નું જ્ઞાન મળી રહે તે માટે પણ એમઓયુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને ઇન્ડસટ્રી એક્સપર્ટ આવા એડવાન્સ વિષયો શીખવશે અને એ જ કક્ષાની ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટર્નશિપ પણ અપાવશે. “મારવાડી યુનિવર્સિટી આવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રોજેક્ટનો ભાગ બનીને ખુબ ઉત્સાહિત છે કે જેમાં અસંખ્ય તકોના દ્વાર ખોલવાની ક્ષમતા છે. વિદ્યાર્થીઓ માટે આ એક રોમાંચક અને વિકસતું ક્ષેત્ર છે જેમાં વિવિધ વેબિનાર, રોકેટરી ચેમ્પિયનશિપ, તથા ગ્લોબલ ઈવેન્ટ્સ સાથે ઇન્ટરનેશનલ એક્સપોઝર મેળવશે”, શ્રી જીતુભાઇ ચંદારાણા, કો ફાઉન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ મારવાડી યુનિવર્સિટી પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવે છે.
