પાટણ એક્સિસ બેંક દ્વારા મૃતક પરિવાર ને સહાય ચૂકવાઈ

શંખેશ્વર કોર્ટ માં ફરજ બજાવતા અને પાટણ માં રેહતા પિયુષ ભાઈ ગજ્જર નું ગોલપુર રસ્તા પર અકસ્માત થી મોત નિપજ્યું હતું જેમનું પગાર ખાતું પાટણ એક્સિસ બેંક (માર્કેટ યાર્ડ રોડ બ્રાન્ચ ) માં ચાલતું હતું એક્સિસ બેંક માં ઘારા ધોરણ મુજબ કોર્ટ નું પગાર ખાતુ તેમની બેંક માં ચાલતું હોય અને જે તે વ્યક્તિ નું અકસ્માત થી મુત્યુ થાય તો મૃતક ના વારસદાર ને ૨૦ લાખ ની વીમા રકમ મળવા પાત્ર થાય છે જે નિયમ ને અનુસરી પાટણ એક્સિસ બેંક ના મેનેજર ચંદ્રજ પંડયા અને ઓપરેશન હેડ ગૌરવ મજેઠીયા અને ડેપ્યુટી મેનેજર આકાશ મોદી દ્વારા મૃતક પિયુષ ભાઈ ગજ્જર ના પત્ની અલકાબેન ગજ્જર ને રૂપિયા ૨૦ લાખ નો ચેક અને ૪ લાખ ની બાળકો ના નામ ની એફ ડી ટોટલ ૨૪ લાખ રૂપિયા આજરોજ અર્પણ કરવામાં માં આવ્યો હતો. અલકાબેન ગજ્જર એ એક્સિસ બેંક ના મેનેજર નો આભાર માન્યો હતો….
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *