
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ આજે લીમખેડા ખાતેના કાર્યક્રમમાં જિલ્લાના દરેક નાગરિકોને હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો સહભાગી થાય અને ત્રિરંગાની ખરીદી કરીને પોતાના ઘર ઉપર લગાવે. આમ કરીને નાગરિકો સ્વતંત્ર્યતા સંગ્રામમાં બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલી આપી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ
