‘મન કી બાત- યુવાઓ કે સાથ‘: ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે યુવાનો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૩૭મો એપિસોડ નિહાળ્યો

૩૦ ઓગસ્ટ ૨૦૨૬, રવિવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગરના કુડાસણ સ્થિત ‘Chai G‘ કેફે ખાતે યુવાનો સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના ૧૩૭માં એપિસોડનું પ્રસારણ નિહાળ્યું હતું.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘મન કી બાત‘ કાર્યક્રમના સમાપન બાદ તેઓએ યુવાનો સાથે હળવી શૈલીમાં આત્મીય સંવાદ પણ કર્યો હતો. તેઓએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી દ્વારા ‘મન કી બાત‘ કાર્યક્રમ થકી દેશના સામાન્ય નાગરિકોની અસાધારણ અને વિશિષ્ટ સિદ્ધિઓ, પ્રેરણાદાયી કાર્યો, દેશના સુવર્ણ ઇતિહાસ સહિત રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ કરાવતી વિવિધ બાબતોને સમાવી દેશના નાગરિકો સાથે સંવાદ કરે છે.

શ્રી વિશ્વકર્માએ યુવાનો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઐતિહાસિક ઢબે વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે અને દરરોજ નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. એક સમયે ડિફેન્સ ક્ષેત્રે આયાત ઉપર જ નિર્ભર રહેલો આપણો દેશ આજે કરોડો રૂપિયાના મૂલ્યના ડિફેન્સને લગતા સાધનો એક્ષપોર્ટ કરી રહ્યો છે. એક સમય હતો કે ભારતમાં મોબાઈલ મેન્યુફેકચરિંગ ન બરાબર થતું, આજે ભારત મોબાઈલ ઉત્પાદનમાં અગ્રણી દેશ બની રહ્યો છે. અનેક ક્ષેત્રોમાં ભારતે ઐતિહાસિક હરણફાળ ભરી છે. આજે નાનકડી પિન થી લઈ પ્લેનનું ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, ‘મોદી સરકાર‘ના યુવા ફ્રેન્ડલી અભિગમ અને વિવિધ યોજનાઓના ફળસ્વરૂપ દેશમાં નવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની છે. આજે યુવાનો વિવિધ ક્ષેત્રોમાં ઇનોવેશન આધારિત સફળ સ્ટાર્ટઅપ કરી જોબ સિકર માથી જોબ ગીવર બની દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. ભારતની યુવા શક્તિમાં અપાર કૌશલ્ય છે, જે વિકસિત ભારતના નિર્માણનો પાયો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દેશના યુવાઓના પડખે ઊભી છે. તેમણે ગુજરાત અંગે વાત કરતા કહ્યું કે, ૨૦૦૧ ના ભૂકંપની દુઃખદ આપદા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી અને દ્રઢ નેતૃત્વના પરિણામ સ્વરૂપ કચ્છ સહિત સમગ્ર ગુજરાત બેઠું થયું અને દેશમાં મોડેલ સ્ટેટ તરીકે ઉભર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત યુવાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમને પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ ગણાવ્યો હતો. ઉપસ્થિત સૌએ દર મહિને ‘મન કી બાત‘ કાર્યક્રમને સાંભળવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

આ અવસરે ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે સહિત ભાજપા આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *