કચ્છની બે દિવસની મુલાકાતે આવેલી વિધાનસભાની સા.શૈ.પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ નારાયણ સરોવર-કોટેશ્વર મંદિરે પૂજા અર્ચના કરીને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી

ચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખશ્રી અને સભ્યોએ કચ્છના પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરના ત્રિવિક્રમરાયજી મંદિર અને પૌરાણિક મહત્વ ધરાવતા એવા કોટેશ્વર મંદિરે ભગવાનની પૂજા અર્ચના કરીને રાજ્યની સુખાકારી જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. કોટેશ્વર મંદિરના દર્શનાર્થે પહોંચેલી સમિતિના સભ્યોએ મહાદેવનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. કચ્છના પ્રવાસે આવેલી સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર,  ધારાસભ્યો સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમભાઇ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદભાઇ રાણા અને ભરતભાઇ પટેલ સૌએ ભગવાનના દર્શન કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *