







જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે.ની અધ્યક્ષતામાં આજરોજ રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.આ સ્વાગત કાર્યક્રમમાં આઠ પ્રકારના જુદા જુદા વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી .જેમાં આરોગ્ય –પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, એસટી, નગરપાલિકા, બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય -પંચાયત સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે પ્રશ્નોને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પ્રશ્ન નિકાલ કરવા માટે સૂચિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉપરાંત ભચાઉ પ્રાંત અધિકારીશ્રી સંજય ચૌધરી, મામલતદાર કે. આર ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર વી. કે. ગઢવી, બાંધકામના ભરત નાથાણી ,પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી આર. કે. શર્મા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મોતીલાલ રોય, ઈન્ચાર્જ ચીફ ઓફિસર નવઘણભાઈ કડ, ડેપો મેનેજરશ્રી વિશાલ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ કલેકટરશ્રી એ રાપર પોલીસ મથકની સર્પ્રાઇઝ વિઝીટ લીધી હતી તેમજ પોલીસ સ્ટેશનમાં થતી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પીઆઈશ્રી વી. કે .ગઢવીએ પોલીસની ફરજો, રેકોર્ડ અને કામગીરી અંગે વિગતો આપી હતી. ત્યાર બાદ કલેકટરશ્રીએ બેલા બીએસએફના ચેક પોસ્ટની મુલાકાત લીધી હતી . તેમણે આ તકે સરહદી જવાનો સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં ભચાઉ પ્રાંત અધિકારીશ્રી સંજય ચૌધરી ,રાપર મામલતદારશ્રી ચૌધરી ,રાપર પીઆઇશ્રી ગઢવી, બાલાસર પીએસઆઇશ્રી ડી. એલ. ખાચર, નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ અન્ય સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા

