કચ્છની બે દિવસની મુલાકાતે આવેલી વિધાનસભાની સા.શૈ.પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ બીજા દિવસે મુંદ્રા પોર્ટની મુલાકાત લીધી

પોર્ટની કામગીરી અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની હદમાં આવેલા  વિવિધ એકમો વિશે જાણકારી મેળવી

ચ્છના બે દિવસના પ્રવાસે આવેલી વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિએ બીજા દિવસે મુંદ્રા પોર્ટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સમિતિના પ્રમુખ શ્રી અને સભ્યોએ થર્મલ પાવર સ્ટેશન, વેસ્ટ પોર્ટ, કાર્ગો હેન્ડલિંગની પોર્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાની અત્યાધુનિક સુવિધાઓ વિશે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. પોર્ટ પરથી કઈ કઈ વસ્તુઓની આયાત અને નિકાસ થઈ રહી છે તેને લઈને ઉત્સુકતાભેર પૃચ્છા કરી હતી. પોર્ટની શરૂઆતથી લઈ અને અત્યાર સુધીની સફરને તેઓએ ફોટો પ્રદર્શનથી નિહાળી હતી. પોર્ટ મેનેજમેન્ટની કામગીરી વિશે સમિતિએ વિસ્તૃત ખ્યાલ મેળવ્યો હતો. ભવિષ્યમાં મુંદ્રા પોર્ટ પર કઈ કઈ વધારાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને અને કયા કયા નવા ડેવલપમેન્ટ કરવામાં આવશે તેના વિશે સમિતિએ ચિતાર મેળવ્યો હતો. સમિતિના પ્રમુખ શ્રી શંભુજી ઠાકોર, સભ્યો અને ધારાસભ્યો સર્વશ્રી રઘુભાઇ દેસાઇ, ઠાકોર ગેનીબેન, ઠાકોર અજમલજી, રાજેન્દ્રસિંહ ઠાકોર, પુરૂષોત્તમભાઇ સાબરિયા, ભીખાભાઇ બારૈયા, અરવિંદભાઇ રાણા પોર્ટની મુલાકાત દરમિયાન હાજર રહ્યા હતા. આ પ્રસંગે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, ટીએચઓ શ્રી કે.પી.પાસવાન, ડીએમઓ શ્રી ડૉ.પ્રકાશ, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રી ડૉ.વિપૂલ દેવમૂરારી અને બિપિન આહિર, ટીએમપીએચએસ શ્રી હરિભાઈ આહિર સહિત અધિકારીશ્રીઓએ પણ હાજરી આપી હતી. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *