ગાંધીધામ મતવિસ્તારનાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ભચાઉ તાલુકાનાં ત્રીજા ચરણના પ્રવાસમાં

ખેડૂતોની આવક બમણી કરવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા ભારત સરકાર કરીબધ્ધ છે અને તેના પ્રયાસ રૂપે ભારત સરકાર દ્વારા હાલમાં પસાર કરવામાં આવેલ કૃષિ સુધારા કાયદાના વિરોધમાં કરવામાં આવતા દૂષપ્રચાર ને ખાળવા માટે ગાંધીધામ મતવિસ્તારનાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ તેમના મતવિસ્તારનાં ભચાઉ તાલુકાનાં ત્રીજા ચરણના પ્રવાસમાં કરમરીયા, વોંધડા, રામપર, લખપત, સરદારનગર, વિજપાસર, સામખીયાળી, છાડવાળા તથા વોંધ ગામનો પ્રવાસ કર્યો હતો. આ ગામડાઓમાં ધારાસભ્યશ્રી એ ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ સુધારાની ઊંડાણમાં સમજ આપી હતી. વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચારનો પણ તેઓએ તાર્કિક ખુલાસાઓ કરીને ખેડૂતોને કાયદાની સકારાત્મક અસરો વિષે સમજ પાડી હતી. નવા કૃષિ સુધારા કાયદાઓ મુજબ કોંટ્રેક્ટ, ફાર્મિંગ, ફોરવર્ડ, ટ્રેડિંગ તથા ખેત પેદાશોના વૈચાણ વિષે સમજ પાડી હતી. હવેથી ખેડૂતો તેમની ખેત પેદાશોના વેચાણ માટે માત્ર એપીએમસી પર આધાર ન રાખતા જ્યાં પણ તેમને ખેત પેદાશોના વધારે કિમત મળે ત્યાં વેચાણ કરી શકશે. ખાસ કરીને વિરોધ પક્ષો મારફતે ફેલાયેલા ટેકાના ભાવ ની પાધતિ નીકળી જશે અને ખેડૂતોને નુકશાન થશે તે વિશે ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે ટેકાનાં ભાવની પધ્ધતિ હાલ પણ ચાલુ છે અને ચાલુ રહેશે તથા હમણાંજ ખેત પેદાશોમાં ટેકાનાં ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હોવાનું જણાવેલ. આ પ્રવાસનું સકારાત્મક પાસું એ હતું કે ખેડૂતોએ નવા કૃષિ સુધારા કાયદાઓ વિશે પ્રશ્નો કર્યા હતા જેને સચોટ અને સકારાત્મક જવાબો ધારાસભ્યશ્રી તથા સાથે જોડાએલા ભાજપના હોદેદારો દ્વારા આપવામાં આવ્યા હતા. આ પ્રવાસ માં ધારાસભ્યશ્રી સાથે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા, શ્રી જનકસિંહ જાડેજા, ગાંધીધામ નગરપાલિકા ના નગરસેવિકા શ્રીમતી દિવ્યાબેન નાથાણી વગેરે સાથે રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પક્ષ ના અગ્રણીઓ, ગામો ના સરપંચશ્રીઓ, આગેવાનો, ખેડૂત સમુદાય વગેરે બહોડી સંખ્યા માં હાજર રહ્યો હતો. ધારાસભ્યશ્રી એ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહયોગ આપવા બદલ સર્વે નો ખરા અંતકરણપૂર્વક આભાર માન્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM