પાલનપુર નગરે ગુરૂપુષ્પ અમૃત સિદ્ધિ યોગમાં શ્રી માણિભદ્ર વીર દાદા નું પૂજન-હવન પ્રસંગ યોજાયું.

પાલનપુર નગરે પુષ્પ નક્ષત્ર યોગ,સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરૂપુષ્પ અમૃત સિદ્ધિ યોગમાં તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદાનું પૂજન-હવન પ્રસંગ યોજાયું.જેમાં માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના દિવ્ય આશીર્વાદથી અને પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ના સાનિધ્યમાં પૂજન-હવન યોજાયેલ.આ પૂજન-હવન નો લાભ ગુરૂ ભક્ત પરિવારે લીધેલ.આ પ્રસંગે વિધિવિધાન પ્રવિણભાઈ શાહે કરાવેલ.આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે પાટણ જિલ્લા પ્રમુખ શ્રીમતિ ભાનુમતીબેન મકવાણા, પાલનપુર-કોર્પોરેટર શ્રી દેવેન્દ્રભાઈ રાવલ,દિલીપભાઈ શાહ, ભરતભાઈ શાહ,ભાવેશભાઈ પુજારા,વિજયભાઈ મકવાણા, નિહારભાઈ શાહ,ભાર્ગવ,વિરાટ વિગેરે ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે ગુરૂ ભક્તોને શ્રી માણિભદ્ર વીર દાદાની રક્ષા પોટલી બાંધી આશીર્વાદ ગ્રહણ કરેલ.શ્રી માણિભદ્ર વીર દાદા નું મહિમા આજે દરેક વ્યક્તિ પોતાના કાર્યની સફળતા માટે દેવ-દેવીઓ માં માણિભદ્ર દાદાની આરાધના જાપ ધ્યાન વગેરે કરે છે.અને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે.આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજૂર અને પ્રત્યક્ષ છે.આ પ્રસંગે પાલનપુર ગામના ભાવિકો ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *