લીઓલી સિરામીક દ્વારા ૧.૫ લાખનું એક એવા ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લોક સેવામાં અર્પણ

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે લીઓલી સીરામીકના માલિક તેમજ દાતાશ્રી રાઘવજીભાઈ ગડારાની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આપણે કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાત સમજાઇ છે. દાતાશ્રી રાઘવજીભાઈ ગડારા દ્વારા વર્ષોથી સખાવત કરવામાં આવે છે. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યલક્ષી સુવિધાનું માળખું વધુ સુદ્રઢ બનશે તેવું વધુમાં ઉમેર્યુ હતું.


આ પ્રસંગે અગ્રણીશ્રી રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે, આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની એમ્યુલન્સમાં પણ લઇ જઇ શકાય છે જેથી આપાતકાલીન સ્થિતિમાં પણ તે ખૂબ ઉપયોગી થશે. ઉપરાંત કોરોનાકાળમાં અરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને લીઓલી સીરામીક દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવેલા રૂ. ૧.૫ લાખનું એક એવા ૨૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ.કતિરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અજયભાઈ લોરીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી ભવાનભાઇ ભાગિયા, અગ્રણી સર્વશ્રી જીગ્નેશભાઈ કૈલા, જેઠાભાઇ પારેઘી, નથુભાઈ કડીવાર, વાઘજીભાઈ ડાંગરોચા, યુસુફભાઇ શેરસિયા, કિશોરભાઇ ચિખલીયા, લીઓલી સિરામિકના પ્રમોટરશ્રી નેલ્શન ગડારા તથા ઇઝરાયેલથી આવેલા તેમના પાર્ટનરશ્રી એરેજ ગોહાર ઉપરાંત સ્થાનિક પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ તેમજ વિવિધ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
