ઓફિસ કદાચ આપણને પૈસા આપતી હશે,પણ નીતિ પ્રમાણિકતા તો આપણને પુણ્ય આપે છે-મુનિ નયશેખર વિજયજી

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે જિંદગી તો એક રહસ્યમય નવલકથા જ છે,જે દરરોજ એક પાનું ફેરવે છે અને નવું રહસ્ય ખોલે છે,વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વનું છે. ઘણીવાર નાના બાળક કે પાગલ મૂર્ખ માણસ કે અબોલ જીવની કોઇ એવી ચહલ પહલ જે આપણા જીવનમાં બહુ પ્રેરણારૂપ બની શકે છે.તો એવું એની વિરોધ સમાન વ્યક્તિ કે જે બહુ હોશિયાર જ્ઞાની માણસ હોય પરંતુ તેનાથી એવું થાય કે જે આપણને ટકોરરૂપ રહે કે આવું તો ના જ કરાય.આ સંસારમાં અવનવા અનુભવો થવાના જેમાંથી સારાનું ગ્રહણ કરો અને ખરાબને ભૂલી જાઓ.શ્રેષ્ઠ સરળ જીંદગી જીવવા માટેનો ઉમદા સંદેશ આનાથી બીજો કોઇ ના હોઇ શકે. પૃથ્વલોક પર જેની કોઈ ગેરંટી નથી, તેનું નામ છે “જિંદગી” અને જેની સંપૂર્ણ ગેરંટી છે,તેનું નામ “મૃત્યુ” છે.આ વાત હંમેશાં યાદ રાખો.પ્રતિક્રમણ-પ્રભાવના-સ્વામિ વાત્સલ્ય તપ આરાધના વિગેરે જીંદગી ને ગેરંટી પ્રદાન કરે છે એ ભૂલવું ના જોઇએ. જીંદગીની ભલે ગેરંટી ના હોય પરંતુ આ બાબતો થકી ચોક્કસ મેળવી શકાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *