વિચરતી,અર્ધવિચિરતી અને વિમુક્તિ જાતિ મહાસંઘમાં કચ્છ જિલ્લાના અધ્યક્ષ પદે વરણી

ખિલ હિન્દ વિચરતી , અર્ધવિચરતી અને વિમુક્તિ જાતિ મહાસંઘ અધ્યક્ષ કે.જી. વણઝારાની અધ્યક્ષતા હેઠળ પૂર્વ અખિલ કચ્છ ભારીતય ડી.એન.ટી.એન. ટીના મંત્રી અને ગુજરાત નટ યુવા સંગઠનના અધ્યક્ષ કિશોરભાઈ નટની અખિલ હિન્દ વિચરતી , અર્ધવિચરતી અને વિમુક્તિ જાતિ મહાસંઘ કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે . કિશોર નટ હંમેશા સમાજ માટે તંત્રો અને કર્મચારીઓ સમક્ષ સમાજના પ્રશ્નોની રજૂઆતો કરતા હોય છે સાથે એક શિક્ષિત યુવા હોવાના કારણે સમાજમાં શિક્ષણ અને વ્યસન મુક્તિ બાબતે સમાજમાં મોટી મુહીમ ચલાવે છે . આગળ પણ અખિલ હિન્દ વિચરતી , અર્ધવિચરતી અને વિમુક્તિ જાતિ મહાસંઘમાં સમાવેશ થતાં અન્ય સમાજો માટે પણ વિકાસના કામ કરાશે સાથે પગભર અને સરકારી યોજનાઅનો લાભ આપવા માટે પ્રયત્ન કરાશે તેવું કિશોર નટની યાદીમાં જણાવાયું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *