તિરંગો લગાવવા લોકોમાં જાગૃતિ આવે તેવું આયોજન કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું
કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ
રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજન તેમજ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્ટીક વગર એક પણ ધ્વજનું વિતરણ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. ઉપરાંત ધ્વજ લેવામાં અને ઘર પર લાગાવવામાં લોકો સ્વયં આગળ આવે તે અંગે જાગૃતિ લાવવા ગ્રામ સભાઓમાં આ બાબત પર ભાર મૂકવામાં આવે તથા પ્રભાત ફેરી પણ કરવામાં આવે તેવી સૂચના આપી હતી.
મોરબી નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઊંચા ધ્વજ ફરકાવવાના આયોજન અંગે વિગતો પણ આ તકે મંત્રીશ્રીએ મેળવી હતી. આ તમામ આયોજનમાં તિરંગાનું સન્માન જળવાય તથા ધ્વજ લગાવવામાં કોઈ સરકારી કચેરી બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, મોરબી નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર તથા ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેરશ્રી ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ગરચર મોરબી તેમજ વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સંદીપસિંહ ઝાલા, હળવદ તેમજ માળિયા ચીફ ઓફિસરશ્રી, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી નિખીલ મહેતા, મોરબી શહેરી મામલતદારશ્રી સરડવા તેમજ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
