ધર્મ સાંભળ્યા પછી,બોધ પામ્યા પછી એનું આચરણ કરો તો જીવનમાં જ ફાયદો થાય-મુનિ નયશેખર વિજયજી

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.ત્યારે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે ધર્મ સાંભળ્યા પછી,બોધ પામ્યા પછી એનું આચરણ કરો તો જીવનમાં જ ફાયદો થાય ‘સંબંધ’ અને ‘રસ્તા’ વચ્ચે એક વિચિત્ર ગઠબંધન છે.ક્યારેક ‘સંબંધો’ ‘માર્ગ’ શોધે છે,તો ક્યારેક સુખ ચંદન જેવું હોય છે,જેને તમે બીજાના કપાળે લગાવો તો તમારી આંગળી ઓમાં પણ સુગંધ આવે છે. માર્ગોમાં ‘સંબંધો’ બને ​​છે! તેથી ચાલુ રાખો અને કામ કરતા રહો.ચાતુર્માસ પાલનપુર નગરે થયો તો મારા અને તમારા વચ્ચે જે સંબંધ સ્નેહનો રસ્તો બંધાયો જે ઉત્તમ બને.કચ્છ કોડાય અને પાલનપુર વચ્ચે આ જિનશાસન વૈરાગી સંન્યાસી બનીને તમારા સુધી અહીં પહોચવું એ શું બતાવે છે.પરમાત્માએ આ ઘડી ચક્ર પણ ગોઠવેલ જ હશે.જિનશાસનના પ્રચાર પ્રસાર અહીંસા- જીવદયાનો ઉપદેશ આપતાં આપતાં જે વિહાર કરી અહીં સુધી પહોંચવું એ પહેલાં અનેક શ્રાવક ભાઈ બહેન જૈન જૈનેતર મળ્યા જેમને ઉપદેશ આપતાં તેમના પાસેથી સારી નરસી વાતો જોવા સાંભળવા મળી એ નિચોડ તમારી સમક્ષ રજૂ વ્યાખ્યાનમાં થાય તો તે કેટલાક શ્રાવક ભાઈ બહેનો માટે ઊતમ ઔષધરૂપ સાબિત થાય.બસ જીંદગી વિહાર ચાતુર્માસ સમાન જ છે.રસ્તામાં મળ્યા કે વ્યાખ્યાનમાં જયાં શ્રેષ્ઠ મળે તેને ગ્રહણ કરો.નરસુ ખરાબ મળે તેને છોડી દો.જીવનનો પથ શ્રેષ્ઠ બનશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *