પાલનપુરમાં વુમન ડેવલોપમેન્ટ કમિટી યુ.જી.સી ચેરમેન ડો રાજુલબેન દેસાઈએ જૈનમુનિશ્રીના આશીર્વાદ લીધા.

પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણે કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ના દર્શન-વંદન કરવા માટે પૂર્વ સદસ્ય,રાષ્ટ્રીય મહિલા આયોગ,ચેરમેન વુમન ડેવલોપમેન્ટ કમિટી યુ.જી.સી,ભારત સરકારના ડો રાજુલબેન દેસાઈએ આશીર્વાદ પ્રાપ્ત કરેલ.અને સાથે સાથે પૂજય મુનિશ્રીએ શ્રી સંપૂર્ણ રોગ નાશક યંત્ર અર્પણ કરેલ.આ પ્રસંગે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે ચેરમેન,વુમન ડેવલોપમેન્ટ કમિટી યુ.જી.સી,ભારત સરકારના ડો રાજુલબેન દેસાઈ ને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા અને ગુરૂદેવ માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આપની તમામ મનોકામના ઓ પૂર્ણ કરે અને ખૂબ લાબું આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા.આ પ્રસંગે પૂર્વ સદસ્ય, રાષ્ટ્રીય મહિલા આયોગ,ચેરમેન વુમન ડેવલોપમેન્ટ કમિટી યુ.જી.સી,ભારત સરકારના ડો રાજુલબેન દેસાઈ નું બહુમાન માન્ય એકેડમીના મેનેજીંગ ડાયરેક્ટર મનીષાબેન જોષી તથા મુખ્ય કારોબારી અધિકારી નેહાબેન પુજારા એ માળા અને સાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ.તથા આ પ્રસંગે માન્ય એકેડમીની બાલિકાઓ દ્વારા બનાવેલ બીડવર્ક અને ક્રોસીયું વર્કની વસ્તુ ભેટ આપેલ.શ્રીમતી ડો રાજુલબેન દેસાઈ પૂજય ગુરૂદેવશ્રીના કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં પોતાનો કિંમતી સમય કાઢીને ખાસ ઉપસ્થિત રહે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *