આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે સુરત સુમુલ ડેરી તરફથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ,મયુર પટેલ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મહુવા તાલુકાના આંગલધારા દૂધ મંડળી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોના ના કપરા કાળમાં પણ તમામ દૂધ મંડળીના “સુમુલ પરિવારે” પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવી ફળાઉ તથા બીન ફળાઉ કુલ ૧૦.૩૦ લાખ રોપા વાવી પર્યાવરણ જાળવણી ની જવાબદારી સુપેરે નિભાવી ગત વર્ષે ગુજરાત કો.ઓ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન”અમુલ”આણંદના રાજ્યના તમામ દૂધ સંઘોમાં વૃક્ષારોપણ અભિયાનમાં બીજા સ્થાને રહેવા પામેલ છે. તથા સુમુલ ડેરી ને ટ્રોફી અને પ્રશંસા પત્ર પણ મળેલ છે. તે બદલ સુમુલ ડેરીના ચેરમેનશ્રી તમામ દૂધ મંડળીઓ, સુમુલ પરિવાર, ફોરેસ્ટ નર્સરીઓ અને સ્ટાફને આભાર અભિનંદન પાઠવે છે .

આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ વૃક્ષારોપણ અભિયાન ને પ્રાથમિકતા આપતા અત્યાર સુધીમાં ફોરેસ્ટ નર્સરીઓ અને દૂધ મંડળીઓના સંયુક્ત સહકારથી ૮.૭૫ લાખ બિન ફળlઉ રોપા અને ૧.૩૪ લાખ ફળાઉ રોપા મંડળીને પૂરા પાડી કુલ ૧૦.૦૯ લાખનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે. હજુ પણ આ વૃક્ષારોપણ અભિયાન ઓગસ્ટ માસમાં અવિરત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. ફળાઉ રોપામાં સુમુલ ડેરી સવિશેષ સહાય પૂરી પાડી દૂધ ઉત્પાદકો ને પર્યાવરણ જાળવી સાથે સાથે આર્થિક પણ થાય તેવા શુભ આશય સાથે સુમુલ ડેરી એક સામાજિક ઉત્થાન નું ભગીરથ કાર્ય કરી સામાજિક સંસ્થા બની રહી છે . આ પ્રસંગે શ્રી માનસિંહ ભાઈ પટેલે માનવજાત અને પશુપાલન વ્યવસાય માટે કલ્પવૃક્ષ સમાન સરગવા વૃક્ષ દરેક પશુપાલક વાવે તેવું આયોજન સહ આહવાન કર્યું હતું. તથા આવનાર દિવસોમાં 75000 ઔષધી ઝાડ, 75000 લીંબુના ઝાડ, 75000 ફૂલ છોડ ઝાડ, 75000 આંબાના ઝાડ રોપવાનું આયોજન તથા તેની વિશેષ માહિતી પણ આપી હતી તથા મન કી બાતમાં આપણા વડાપ્રધાન શ્રી એ ખેડૂતોને સંબોધને કહ્યું હતું કે કુદરતી ખેતી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ખેડૂતે દેશી ખાતાથી ખેતી કરવી જોઈએ .વિશેષ ચેરમેન શ્રી એ જણાવેલું કે સાકરી મંદિર ખાતે સુમુલ ડેરી આયોજિત તા.૧૪.૧૫.૧૬ એમ ત્રણ દિવસ ખેતીલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક સભાસદે સેમિનારમાં ફરજિયાત જ જવુ એમ ખેતીલક્ષી ઘણી બધી સભાસદો ને સમજણ આપી હતી. આ પ્રસંગને સાકાર બનાવવા મહુવા તાલુક મામલતદાર શ્રી દિનેશભાઈ ગામીત સાહેબ , મહુવા પી.એસ.આઇ એસ.એમ પટેલ સાહેબ, સામાજિક વનીકરણ મહુવા આર . એફ.ઓ આસિફભાઇ પઠાણ સુમુલ ડેરીના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ, સુમુલ.સીડી વિભાગના વડા ઘોઘાટી સાહેબ, સુમુલ ડેરીના ઇ. મેનેજિંગ ડિરેક્ટર શ્રી. એ એચ પુરોહિત, મહુવા તાલુકા ઝોનલ હેડ, મહુવા તાલુકા કોડીનેટર હિતેશ સિંહ પરમાર, મહુવા તાલુકાના દૂધ મંડળીના પ્રમુખો, મંત્રીશ્રીઓ, મહુવા તા. પં.સભ્ય રમીલાબેન, આંગલધરાના સરપંચ મીનાક્ષીબેન પટેલ, સુરત જિલ્લા આદિજાતિ પ્રમુખ વિપુલભાઈ પટેલ, તથા કમિટી સભ્યો ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM