દ્વારકામાં ભગવાનની નગરચર્યા.

ચોકે ચોકે શ્રીજીનું સ્વાગત પૂજન આરતી.

ભગવાન દ્વારીકાધીશે ભક્તોને દર્શન આપવા નગર પરિભ્રમણ કર્યું.

જામનગર( ભરત ભોગાયતા)

વર્ષોની પરંપરા મુજબ દર જીલણા એકાદશીના ભગવાન દ્વારકાધીશનું બાલ્ય સ્વરૂપ નગર ચર્યાએ નીકળે છે. અને ચોકે ચોકે ભગવાનનું પૂજન આરતી કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશનું બાલ્ય સ્વરૂપ ગોપાલજી સ્વરૂપે આજે જીલણા  એકાદશીના જગતમંદિર માંથી બહાર નગરચર્યાએ નિકળે છે. અને ચોમાસા દરમ્યાન ભરાયેલા નદી નાળા જોતા જોતા સ્નાન કરવાની પરંપરા મુજબ ભગવાન પોતે આજે સામે ચાલીને રાજા પોતાની  પ્રજાના હાલ હવાલ પૂછવા નીકળતા હોવાની પણ માન્યતા છે. જગત મંદિર માંથી વાજતે ગાજતે આ પાલખી યાત્રા દ્વારકાના રાજમાર્ગો પરથી નીકળી હતી. પોલીસ દ્વારા રાજાધીરાજની પાલખી યાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. દ્વારકાના વિવિધ ચોકમાં ભગવાનની આરતી ઉતારી પૂજન અર્ચન કરાયા હતા. ભગવાન ભક્તોનેે ઘરે આવે તે રીતે ભાવિકોએ ભગવાનની આ પાલખી યાત્રાનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. દ્વારકાધીશ ભગવાનની આ પાલખી યાત્રા નગરચર્યા કરતી કરતી ગામ છેડે આવેલ પૌરાણિક કક્લાસ કુંડમાં પહોંચી હતી. ત્યાં ભગવાન અને બ્રાહ્મણો નગરના લોકો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું. કકલાશ કુંડ ખાતે ભગવાનનું શાસ્રોક્ત રીતે વિધિ વિધાન થી પૂજન અને આરતી કરવામાં આવ્યા હતા. બાદમાં ભગવાન ફરી પોતાના રાજમહેલ એટલેકે જગત મંદિર પહોંચ્યા હતા. દ્વારકા જગતમંદિરની સુરક્ષા કરતી પોલીસ દ્વારા પાલખીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *