આહવાની એકલવ્ય સ્કુલ ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સયલ સ્કૂલ ખાતે, રક્ષાબંધન પર્વની ઉજવણી, તથા શાળામા નવ નિયુક્ત સ્ટાફનો સ્વાગત કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. શાળાના આચાર્ય સુશ્રી સોનલ આર મેકવાન અને ઉપ આચાર્ય શ્રી પંકજભાઈ નિરંજન તેમજ તમામ સ્ટાફની હાજરીમા યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ધોરણ ૬ થી ૧૨ની વિદ્યાર્થિનીઓ દ્વારા, શાળાના વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે રક્ષાબંધનના ઐતિહાસિક રાષ્ટ્રીય પર્વના મહત્ત્વ વિશે શ્રી માવજીભાઈ ભોયેએ પ્રસંગોપાત ઉદબોધન કર્યું હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *