

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકનું ગ્રંથાલય ખાતું દ્વારા સંચાલિત ડાંગ જિલ્લા સરકારી પુસ્તકાલય આહવા ખાતે તારીખ 12 /8 /22 ના રોજ ગ્રંથપાલ દિનની ઉજવણી જિલ્લા ગ્રંથપાલ શ્રીદયારામભાઈ લાડ માર્ગદર્શન હેઠળ સરકારી જિલ્લા પુસ્તકાલય ડાંગ દ્વારા આ દિનની સુંદર ઉજવણી કરવામાં આવી. આ ગ્રંથપાલ દિનની શરૂઆત ડાંગ આહવાના સરકારી માધ્યમિક શાળા આહવાના પ્રથમ અને એકમાત્ર નિવૃત્ત ગ્રંથપાલ શ્રીદત્તાત્રેય મોરેની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને પુસ્તકાલયના કર્મચારીઓ દ્વારા નિવૃત્ત ગ્રંથપાલ શ્રી મોરેનું સાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે એક સુંદર પુસ્તકાલય પ્રદર્શન પણ યોજાયું. આ દિનની ઉજવણીમાં ડાંગ જિલ્લા રમત ગમત કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીરાહુલ તડવી તથા આ જ કચેરીના નિવૃત્ત કર્મચારી શ્રી એસ.બી ભાવીશ્કર પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે પુસ્તકાલયના વાંચકો મોટી સંખ્યામાં હાજર રહી પુસ્તક પ્રદર્શનનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનો સંચાલન પુસ્તકાલયના જુનિયર ક્લાર્ક રબીતાબેન પી. નાયક દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તકાલયના સેવક બ્રિજેશ ગાયકવાડે સખત મહેનત કરી હતી.