13 ઓગસ્ટ થી પ્રતિદિવસઅલીરાજપુર થી પ્રતાપનગર વચ્ચે પેસેન્જર ટ્રેનની શરૂઆત

પશ્રિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે વડોદરા ડિવિઝનનાઅલીરાજપુર – પ્રતાપનગર રેલવે સેક્શન પર પ્રતિદિવસ યાત્રી ટ્રેનો ની તારીખ 13 ઓગસ્ટ 2022 થી શરૂઆત કરવા જઈ રહ્યું છે.ટ્રેન નંબર 09164 (મૂળ ટ્રેન 59118) અલીરાજપુર – પ્રતાપનગર પેસેન્જરને અલીરાજપુર થી 13 ઓગસ્ટએસ્પેશિયલના રૂપે આ ટ્રેન સવારે 12.30 કલાકે અલીરાજપુર થી ઉપડીને 15.40 કલાકે પ્રતાપનગરપહોંચશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનોએ રોકાશે.
તે અનુસાર તારીખ 14 ઓગસ્ટ 2022 (શનિવાર) થી પ્રતિદિવસ ટ્રેન નંબર 09164 (મૂળ ટ્રેન નં. 59118) અલીરાજપુર-પ્રતાપનગરપેસેન્જર સવારે 05.20 કલાકે અલીરાજપુર થી ઉપડીને 09.00 કલાકે પ્રતાપનગરપહોંચશે. માર્ગમાં આ ટ્રેન અંબારીરિછાવી, મોટી સાદલી, પાડલિયા રોડ, છોટાઉદેપુર, પુનિયાવત, તેજગઢ, પાવી, સુસ્કલ, જાબૂગામ, બોડેલી, જોજવા, છુંછાપુરા, સંખેડાબહાદુરપુર, અમલપુર, વધવાણા, ડભોઈ જંકશન, થુવાડી, ભીલુપુર, ખુંદેલા અને કેલનપુર સ્ટેશનો પર રોકાશે.
- ટ્રેન નં. 09169 (મૂળ ટ્રેન નં. 59119) તારીખ 13 ઓગસ્ટ થી પ્રતાપનગરથીઅલીરાજપુર માટે ચાલશે. 18.25 કલાકે પ્રતાપનગરથીઉપડીને 22.00 કલાકે અલીરાજપુરપહોંચશે.
- ટ્રેન નં. 09182 (મૂળ ટ્રેન નં. 59122) તારીખ 11 ઓગસ્ટ ને બદલે 13 ઓગસ્ટ 2022 થી છોટાઉદેપુર થી પ્રતાપનગર માટે ચાલશે. 11.10 કલાકે છોટાઉદેપુર થી ઉપડીને 14.15 કલાકે પ્રતાપનગરપહોંચશે.
- ટ્રેન નં. 09164 (મૂળ ટ્રેન નં. 59118) અલીરાજપુર – પ્રતાપનગરપેસેન્જર તારીખ 14 ઓગસ્ટ 2022 થી નિયમિત સમય પત્રક અનુસાર ચાલશે. 05.20 કલાકે અલીરાજપુર થી ઉપડીને 09.00 કલાકે પ્રતાપનગરપહોંચશે.
કૃપા કરી ધ્યાન આપો:ટ્રેન નંબર 09181 (મૂળ ટ્રેન 59121) પ્રતાપનગર – અલીરાજપુરઅનરિઝર્વ્ડ સ્પેશિયલ
તારીખ 10 ઓગસ્ટ ને બદલે તારીખ 13 ઓગસ્ટ થી બીજી સૂચના સુધી સવારે 10.35
કલાકે પ્રતાપનગર થી ઉપડીને બપોરે 13.00 કલાકે છોટાઉદેપુરપહોંચશે. આ ટ્રેન છોટા
ઉદેપુર – અલીરાજપુર વચ્ચે સમય પરિવર્તનને કારણે આશિંક રૂપે રદ રહેશે.
ટ્રેન નંબર 09170 (મૂળ ટ્રેન 59120) અલીરાજપુર – પ્રતાપનગર સ્પેશિયલ તારીખ 13
ઓગસ્ટ થી પ્રતિદિવસ સાંજે 18.10 કલાકે છોટાઉદેપુર થી ઉપડી રાત્રે 20.50 કલાકે
પ્રતાપનગરપહોંચશે. આ ટ્રેન છોટાઉદેપુર – અલીરાજપુર વચ્ચે સમય પરિવર્તનને કારણે
આંશિક રૂપે રદ રહેશે. માર્ગમાં આ ટ્રેન તમામ સ્ટેશનો પર રોકાશે.