પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ઉજવાયો વન મહોત્સવ

કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યની કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ૪૦ લાખથી વધુ રોપાઓનું વાવેતર અને વિતરણ કરવાનું શરુ કરાયું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તક ઉપસ્થિત લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમેશભાઈ કટારાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે દેશ હરિયાળો બને જેમાં પર્યાવરણનું જતન કરવું, વૃક્ષો થકી જીવન છે, વૃક્ષો વગર જીવનની કલ્પના થઈ શકતી નથી તો વૃક્ષોનું વાવેતર કરીએ તથા જતન, સંવર્ધન કરીએ. તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકની ફરજ છે કે વૃક્ષોનું વાવેતર કરીને રક્ષણ કરવું. કોરોનાના સમયમાં આપણે આ જ પ્રકૃતિ થકી ફાયદો થયો છે. જેમાં લીમડાના વૃક્ષ, અરડૂસી અને તુલસીના રસ વગેરે ઔષધિઓ થકી લોકો સ્વસ્થ્ય બન્યા છે.

અહીં નોંધનીય છે કે જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૪૦ લાખથી વધુ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેમાં નીલગિરિ, પ્લેટોફાર્મ, લીંબારો, બિલી, ગરમાળો સહિતના રોપાનું વિતરણ અને વાવતેર કરવાનું શરુ કરાયું છે.
આજના આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કુ. કામિનીબેન સોલંકી, કાલોલ ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણ,કાલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી શૈફાલી ઉપાધ્યાય, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયદેવસિંહ ઠાકોર, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ પંચમહાલ શ્રી એમ.ડી.જાની, જિલ્લા અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ ગોહિલ, આચાર્ય શ્રી જવાહર નવોદય વિદ્યાલય સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *