જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન અને સહિયરે માલપુર માં કોરોના વોરિયર્સને મોમેન્ટો આપી સન્માનીત કર્યા

અરવલ્લી જિલ્લામાં કૉરોનાની મહામારીમાં પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વિના કામ કરતા કૉરોના વૉરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું  જાયન્ટ્સ ગૃપ માલપુર અને જાયન્ટ્સ સહિયર દ્વારા માલપુર ગોધરા હાઇવે પર આવેલા રક્ષેશ્વર મહાદેવ  મંદિરખાતે કૉરોના વાઇરસના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ડૉક્ટર્સ, નર્સ, એમ્બ્યુલન્સ કર્મચારીઓ, સામાજિક કાર્યકરો તેમજ પત્રકારોને મૉમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. રક્ષેશ્વર મહાદેવ મંદિરના હૉલ ખાતે આોયોજિત કાર્યક્રમમાં જાયન્ટ્સ માલપુરના પ્રમુખ રમેશ સોની, જાયન્ટ્સ ઝોન એકના જાયરેક્ટર વિઠ્ઠલભાઈ પટેલ, ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ, હાલાજી વણઝારા,રમણભાઈ પટેલ,અતુલ સુથાર, ચંદ્રેશ ભાટિયા સહિયરના પ્રીતિબેન સોની,દક્ષાબા,ઉર્વશીબેન ભાટિયા,ઝોન પ્રમુખ અને ,જાયન્ટસ મોડાસાના પ્રમુખ નરેન્દ્ર પટેલ,મંત્રી માલપુર-મોડાસા જાયન્ટ્સ પરિવારના સદસ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લૉક ડાઉનના અમલ  તેમજ છલ્લા છ મહિનાથી કૉરોના વૉરિયર્સ તરીકે કામ કરતા લોકોને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *