આહવા ખાતે યોજાઈ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે ખાસ કરીને નેશનલ હાઈ વે-૯૫૩ સહિત કેટલાક અંતરિયાળ જાહેર માર્ગોના થયેલા ધોવાણ બાદ, વાહનચાલકોને પડી રહેલી અગવડનો તાગ મેળવતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ, સંબંધિત અમલીકરણ અધિકારીઓને સત્વરે દુરસ્તી કામ હાથ ધરવાની સૂચના આપી હતી.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા કલેકટરશ્રીએ જિલ્લા અધિકારીઓને વડાપ્રધાનશ્રીના નામ સાથે સંકળાયેલી કેન્દ્રીય પુરસ્કૃત તેર જેટલી યોજનાઓની સો ટકા લક્ષપૂર્તિ માટે, પરિણામલક્ષી કામગીરી બાબતે દિશાનિર્દેશ આપ્યા હતા.

દરમિયાન રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અપાતી, જુદા જુદા વિભાગોની વર્ગીકૃત જાહેરખબરના બાકી ચૂકવણા, સરકારી કચેરીઓમા રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રીની છબી લગાડવા, સાથે ડિઝાસ્ટર સંબંધિત કામગીરીમા સૌને પરસ્પર સંકલન, અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની સૂચના પણ આપવામા આવી હતી.

બેઠકમા ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, જિલ્લાના માર્ગોના નવીનીકરણ સાથે તમામ માર્ગો યાતાયાત માટે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્રને અનુરોધ કર્યો હતો. શ્રી ગાવિતે ડિઝાસ્ટર વેળા જિલ્લા તંત્રના વિભાગોની કામગીરીની સરાહના પણ કરી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ઉચ્ચસ્તરીય બેઠકનુ સંચાલન કરતા નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિતે, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તી નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો વિગેરેની સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ પણ ચર્ચામા ભાગ લીધો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM