


અરવલ્લી જિલ્લાના મોડાસા નગરની શૈક્ષણિક ક્ષેત્રે ગણના પાત્ર શ્રી સી.જી.બુટાલા સેકન્ડરી અને શ્રી બી.વી. બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઇસ્કુલ શાળા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર શાળાના વિદ્યાર્થી ઓને પૌષ્ટિક ભોજન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બીપીનભાઇ.ર.શાહ , કેળવણી મંડળ ના પ્રભારી માનદ મંત્રી શ્રી કિરીટભાઇ કે. શાહ , સ્ટીશ્રીઓ, મંડળના હોદ્દેદારશ્રીઓ, શૈક્ષણિક સંકુલમાં આવેલી ભગીનીસંસ્થા ના આચાર્ય શ્રી મનીષભાઈ આઇ.જોશી , શાળા પ્રિન્સિપાલ ડૉ આર. સી. મહેતા ઉપસ્થિત રહ્યા હતા . કેળવણી મંડળના પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહે શાળા પરિવાર ને આ પ્રેરણાદાયી તિથિ ભોજન ના આયોજન માટે સર્વે ને અભિનંદન પાઠવ્યા હતા . શાળા ના અંદાજે ૧૪૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ એ આ તિથિ ભોજન નો લાહવો લીધો હતો .
