ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. કોરાના મહામારીમાં અટકાયત અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનિટાઇઝરનો ઉપોયગ અને ૬ ફૂટનું અંતર રાખે તે ખૂબ જરૂરી છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર શ્રીમતી આદ્રા અગ્રવાલ સહિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોવિડ-૧૯ ની જગૃતિ માટે અધિકારીઓ/કર્મચારીઓઍ શપથ-પ્રતિજ્ઞા વાંચન લીધા હતાં. તેમજ નવસારી જિલ્લામાં ધર્મગુરૂઓ, અગ્રણીઓ, નાગરિકોઍ પણ ઘરે-કામના સ્થળે રહીને કોવિડ-૧૯ જાગૃતિ અંગેના શપથ-પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. રિપોર્ટ- કલ્પેશ પુરાણી, નવસારી



