૧૮૧-કપરાડા (અ.જ.જા) બેઠકની પેટા ચૂંટણી-૨૦૨૦

નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ

ગુજરાત વિધાનસભાની ૧૮૧ કપરાડા (અ.જ.જા) વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે કલેકટર કચેરીના સભાખંડમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

          આ બેઠકમાં કલેકટરશ્રી આર.આર.રાવલે ચૂંટણી આદર્શ આચારસંહિતાનું ચુસ્‍ત પણે પાલન થાય તે માટે ભારતીય ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ અનુસરી કામગીરી કરવા જણાવ્‍યું હતું. ચૂંટણી સંદર્ભે સ્‍ટાફને તાલીમ, કોવિદ-૧૯ ને ધ્‍યાને રાખીને મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ માટે માઇક્રો પ્‍લાનીંગ, ૮૦ વર્ષથી વધુ વયના મતદારો માટે મતદાનની વ્‍યવસ્‍થા માટે અલગ સ્‍ટાફ, એમસીસી, એફએસટી, મેડીકલ ટીમ, સ્‍વીપ ની કામગીરી, જરૂરીયાતમંદ દિવ્‍યાંગ મતદારો માટે સાધનોની વ્‍યવસ્‍થા, સ્‍થળાંતરીત મતદારોને મતદાનના દિવસે રજા, પોલીંગ સ્‍ટાફ માટે વાહન વ્‍યવસ્‍થા,, કાયદો અને વ્‍યવસ્‍થા જેવી બાબતોની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા.           આ બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એન.ચૌધરી સહિત નોડલ અધિકારીઓ  હાજર રહ્યા હતા.      

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM