



૬૫ મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશન દ્વારા કેનેડા દેશના હેલીફેકસ ખાતે યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા ડેલીગેટ તરીકે ગુજરાત વિધાનસભાના માન.અધ્યક્ષરશ્રી ર્ડા . નીમાબેન આચાર્ય તેમજ ઓબ્ઝર્વર તરીકે ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમાર તા .૨૦ મી ઓગષ્ટ , ૨૦૨૨ ના રોજ ગુજરાતથી કેનેડા ખાતે જવા રવાના થયા હતાં . પ્રથમ દિવસે તા .૨૨ / ૦૮ / ૨૦૨૨ ના રોજ કોમનવેલ્થ દેશોના મહિલા પ્રતિનિધીઓની ” ૭ મી કોમનવેલ્થ વુમન પર્લામેન્ટરીયન્સ કોન્ફરન્સ ” યોજવામાં આવી હતી . આ મહિલા કોન્ફરન્સમાં ” એમપાવરીંગ વુમન પાર્લામેન્ટરીયન્સ એન્ડ પ્રમોટીંગ ડાયવર્સિટી / ઈન્ટર સેકશનાલિટી ” , ” ઇફેકટીવલી કંબેટીંગ ઓલ કોમર્સ ઓફ એબ્યુઝ એન્ડ હેરેસમેન્ટ ઇન પાર્લામેન્ટ ” તથા ” ફાઇનાન્સીયલ એમ્પાવરમેન્ટ ઓફ વીમેન એન્ડ જેન્ડર સેન્સીટીવ બજેટીંગ ” – જેવા વૈશ્વિક સ્તરના મહિલાઓને સ્પર્શતા વિષયો ઉપર થયેલ સઘન ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આ વિષયો પર માન અધ્યક્ષશ્રીએ સક્રિય રસ દાખવીને તેઓના વિચારો વ્યકત કર્યા હતાં . વિશ્વના અન્ય દેશોના લોકસભા અને વિધાનસભાના સ્પીકર્સ અને મહિલા પ્રતિનિધીઓએ સાથે પણ તેમણે લોકશાહી વ્યવસ્થાનું સુચારૂ સંચાલન અંગે વિચાર વિમર્શ કર્યો હતો. આમ , ગુજરાત વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી ર્ડા . નીમાબેન આચાર્યએ વૈશ્વિક ફલક ઉપર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.
