પાલનપુર ખાતે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાંચમો દિવસે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

પાપ છોડી પુણ્ય કમાવવાનો અવસર એટલે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ-મુનિરાજ શૌર્યશેખર વિજયજી

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. ત્યારે મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે પર્યુષણ પર્વનો પંચમ દિવસ એટલે પ્રભુ મહાવીરની જન્મ કથાના વાંચનનો દિવસ પ્રભુની માતાએ ગર્ભધારણ વખતે તેજસ્વી અને ઓજસ્વી એવા ચૌદ મહાસ્વપ્નો આ પ્રકારે જોયા હતા. (1) હાથી (2) વૃષભ (3) સિંહ (4) લક્ષ્મી (5) ફૂલની માળા (6) ચંદ્ર (7) સૂર્ય (8) ધ્વજ (9) પૂર્ણ કળશ (10) પદ્મ સરોવર (11) રત્નાકર (12) દેવી વિમાન (13) રત્નનો ઢગલો (14) નિર્ધૂમ અગ્નિશિખા માતા ત્રીશલાને આવેલા સ્વપ્નની પ્રકૃતિઓના દર્શન કરાવાની અને સકલ સંઘને કરાવવાની પરંપરા આજે પણ ચાલી આવે છે.આ દર્શન કરવું તે મહામંગલકારી ગણાય છે.ઘણાં શ્રાવક શ્રાવિકાઓ પોતાના ઘરમાં પણ આ પ્રકૃતિઓ રાખે છે.પ્રભુનો જીવ જ્યારે ગર્ભમાં હતો ત્યારથી ક્ષત્રિયકુંડ નગરના રાજ્યમાં ધન-ધાન્ય વગેરેની વૃદ્ધિ થતાં માતા-પિતા એ આ પ્રભાવ ગર્ભમાં રહેલા જીવનો જ હોવાથી તેનું નામ વર્ધમાન રાખશું તેમ નક્કી કરેલું.અતુલ એવા બળના સ્વામી વર્ધમાન ને જોઈને દેવોએ પણ આ વર્ધમાન તો મહાવીર છે.તેમ કહીને તેઓએ મહાવીર છે.તેમ કહીને તેઓએ મહાવીર નામ આપ્યુ.પ્રભુના જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે.તીર્થંકરના અતિશય પુણ્યનો આ પ્રભાવ હોય છે.અઢી હજારથી વધુ વર્ષ પહેલા અવતરેલા પ્રભુ મહાવીરના જન્મની કથા સાંભળતા ભાવિકો આજે પણ એવા જ આનંદ અને ધન્યતાનો અનુભવ કરશે કે જાણે આજે જન્મ થયો હોય.પારણામાં પોઢેલા પ્રભુને ઝૂલાવવામાં પ્રભુના બાળસ્વરૂપની ભક્તિ આજે હેલે ચડશે.પ્રભુનો જન્મ થયો આટલું સાંભળતા વેંત શ્રીફળ વધેરીને સંગીત અને નૃત્ય દ્વારા ખુશાલીની અભિવ્યક્તિ થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *