મુન્દ્રાની બજારમાં ગણેશજીની મૂર્તિઓનું આગમન

લોકોમાં અનેરો ઉત્સાહ : મૂર્તિ લેવા માટે લોકો ઉમટી પડ્યા : માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ

મુન્દ્રા, તા.28: દેવાધિદેવ મહાદેવની ભકિત અને આરાધનાના અનેરા મહોત્સવ સમાન પાવનકારી શ્રાવણ માસના સમાપન બાદ ભાદરવા સુદ ચોથથી શિવજીના પુત્ર ગણેશજીની સાધનાના ગણેશ મહોત્સવનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના સ્થાનિક લોકો અને પોર્ટ બન્યા બાદ અલગ અલગ પ્રાંતમાંથી આવેલા પરપ્રાંતિય લોકો ગણેશજીના આગમનના હરખભેર વધામણા કરવા થનગની રહ્યા છે.
31 ઓગસ્ટથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે મુન્દ્રાના બારોઇ રોડ ખાતે બિહારથી આવીને અહીં વસેલા શ્રમજીવીઓ દ્વારા મહારાષ્ટ્રથી ગણેશજીની અવનવી મૂર્તિઓ મંગાવીને વેચાણ કરવામાં આવે છે જેની કિંમત 500 થી 5000 સુધીની છે.
મુન્દ્રામાં મેઘધનુષ સ્વસહાય સહેલી ગ્રુપની બહેનો દ્વારા ગણેશ મહોત્સવ પૂર્વે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓના પ્રદર્શન અને વેંચાણ માટે પણ આ વખતે સ્ટોલ ઉભો કરવામાં આવેલ છે. જેમાં એકથી ત્રણ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી 300 થી 6000 સુધીની કિંમતની અવનવા આકાર સાથે રંગબેરંગી મૂર્તિઓ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પીઓપીની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાન કરતી નથી અને આવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે જેથી પર્યાવરણના રક્ષણ માટે માટીની મૂર્તિઓ લેવાનું લોકો વધારે પસંદ કરતા હોય છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM