
પાપ છોડી પુણ્ય કમાવવાનો અવસર એટલે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ-મુનિરાજ શૌર્યશેખર વિજયજી
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. ત્યારે મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે પર્યુષણ પર્વનો પંચમ દિવસ એટલે પ્રભુ મહાવીરની જન્મ કથાના વાંચનનો દિવસ પ્રભુની માતાએ ગર્ભધારણ વખતે તેજસ્વી અને ઓજસ્વી એવા ચૌદ મહાસ્વપ્નો જોયા હતા. સ્વપ્નપાઠકોએ કહ્યું કે (૧) ચાર દાંતવાળા હાથીનું સ્વપ્ન જોવાથી તમારો પુત્ર દાન, શીલ, તપ, ભાવ એમ ચાર પ્રકારના ધર્મને કહેશો. (ર) વૃષભ (બળદ) નું સ્વપ્ન જોવાથી એ પુત્ર ભરતક્ષેત્રમાં બોધિ બીજને વાવશે. (૩) સિંહનું સ્વપ્ન જોવાથી કામદેવરૂપી હાથીથી નષ્ટ થતાં ભવ્ય જીવોરૂપી વનનું રક્ષણ કરશે. (૪) લક્ષ્મીદેવીનું સ્વપ્ન જોવાથી તમારો પુત્ર વર્ષીદાન આપીને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરશે.(પ) પુષ્પમાળાનું સ્વપ્ન જોવાથી ત્રણેલોકના જીવો દ્વારા મસ્તકમાં ધારણ કરવા યોગ્ય બનશે. અર્થાત ત્રણે લોકના શિષ્ટ પુરષો તેમની આજ્ઞા શિરોધાર્ય કરશે. (૬) ચંદ્ર જોવાથીપૃથ્વીને આનંદ આપનારો પુત્ર થશે. (૭) સૂર્ય જોવાથી તમારો પુત્ર ભામંડણથી સુશોભિત બનશે. (૮) ધ્વજા જોવાથી ધર્મરૂપી ધ્વજાથી વિભૂષિત થશે (૯) કળશ જોવાથી ધર્મરૂપી મહેલના શિખર પર રહેશે. (10) પદ્મ સરોવર જોવાથી દેવો વડે બનાવેલ સુવર્ણ કમલ ઉપર પગ મૂકીને ચાલશે. (૧૧) રત્નાકર જોવાથી કેવલજ્ઞાનરૂપી રત્નોનો સ્થાપક થશે. (૧૨) વિમાન જોવાથી વૈમાનિક દેવોથી પણ પૂજનીય બનશે. (૧૩) રત્નનો ઢગલો જોવાથી ત્રીજા રત્નના કિલ્લાથી વિભૂષિત થશે. (૧૪) ઘૂમાડા વગરનો અગ્નિ જોવાથી ભવ્ય આત્મારૂપી સુવર્ણની શુદ્ધિ ઘશે. ૧૪ સ્વપ્નનું સમુદિત ફળ ચૌદ રાજલોકતા અગ્ર ભાગ ઉપર એટલે કે મોક્ષમાં સિદ્ધશિલા ઉપર બિરાજમાન થશે.આ દર્શન કરવું તે મહામંગલકારી ગણાય છે.ઘણાં શ્રાવક શ્રાવિકાઓ પોતાના ઘરમાં પણ આ પ્રકૃતિઓ રાખે છે.પ્રભુનો જીવ જ્યારે ગર્ભમાં હતો ત્યારથી ક્ષત્રિયકુંડ નગરના રાજ્યમાં ધન-ધાન્ય વગેરેની વૃદ્ધિ થતાં માતા-પિતા એ આ પ્રભાવ ગર્ભમાં રહેલા જીવનો જ હોવાથી તેનું નામ વર્ધમાન રાખશું તેમ નક્કી કરેલું.અતુલ એવા બળના સ્વામી વર્ધમાન ને જોઈને દેવોએ પણ આ વર્ધમાન તો મહાવીર છે.તેમ કહીને તેઓએ મહાવીર છે.તેમ કહીને તેઓએ મહાવીર નામ આપ્યુ.પ્રભુના જન્મ સમયે નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે.તીર્થંકરના અતિશય પુણ્યનો આ પ્રભાવ હોય છે.અઢી હજારથી વધુ વર્ષ પહેલા અવતરેલા પ્રભુ મહાવીરના જન્મની કથા સાંભળતા ભાવિકો આજે પણ એવા જ આનંદ અને ધન્યતાનો અનુભવ કરશે કે જાણે આજે જન્મ થયો હોય.પારણામાં પોઢેલા પ્રભુને ઝૂલાવવામાં પ્રભુના બાળસ્વરૂપની ભક્તિ આજે હેલે ચડશે. પ્રભુનો જન્મ થયો આટલું સાંભળતા વેંત શ્રીફળ વધેરીને સંગીત અને નૃત્ય દ્વારા ખુશાલીની અભિવ્યક્તિ થશે.
