સુબિર ખાતે તાલુકા કક્ષાનો કલામહાકુંભ કાર્યક્રમ યોજાયો :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 30: ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ, સુબિર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે સુબિર તાલુકાનો કલામહાકુંભ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા કુલ 11 શાળાના વિધ્યાર્થીઓએ ભાગ લિધો હતો.
સુબિર તાલુકા કલામહાકુંભના મુખ્ય આયોજક શ્રી સુનિલભાઇ બાગુલે જણાવ્યુ હતુ કે, 6 થી 14 વયજુથમા 6 પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ અને 15 થી 21 વયજુથમા 10 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્મમિક શાળાના વિધ્યાર્થીઓએ વકૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટયમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન જેવી સ્પર્ધાઓમા ભાગ લીધો.
કલામહાકુંભ કાર્યક્રમમા કુલ 290 વિધ્યાર્થીઓએ રસ પુર્વક ભાગ લઇ ક્રમાકો મેળવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય ક્રમામ મેળવનાર બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે તેમ શ્રી સુનિલભાઇ બાગુલે જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *