અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વોન્ડો ચેમ્પિયનશીપ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ અને ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટીમમાં સૌથી વધુ વિજેતા થઇ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ પ્રાપ્ત કરી ગાંધીનગર શહેરનું નામ રોશન કર્યું હતું તથા અયોજકો દ્વારા કોચને બેસ્ટ ટીમની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ સંસ્થાનાં સિનિયર સન્ની રાજપૂત અને દિયા ચુડાસમા દ્વારા સ્પર્ધાનાં ખેલાડીઓને સ્પર્ધાલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં તેમજ વર્ષનાં અંતે સંસ્થાનાં લગભગ ૧૦૦ થી પણ વધારે ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય તેમજ જિલ્લા લેવલની ટેક્વોન્ડો રમત તેમજ અન્ય રમતોમાં ભાગ લઇ ખૂબજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાત રાજ્યનું તેમજ ગાંધીનગર શહેરનું નામ રોશન કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *