”રાજકોટમાં જીવનનગર કા વિધ્નહર્તાનું ભાવપૂર્વ સ્થાપન થયું’

ધાર્મિક ઉજવણીમાં ઉન્માદથી બહુધા સમાજ ચિંતિત… જયંત પંડયા.

– ઉન્માદને કોરાણે મુકી સાદાઈથી સ્થાપન વિધિ યોજાઈ.
– ઢોલ–નગારા, ડી.જે. ઘોંઘાટને તિલાંજલિ આપી ઉજવણીનો પ્નારંભ થયો.
– ગણેશ મહોત્સવ સમિતિને આદર્શ–સંસ્કાર, ધર્મ સન્માનનું પ્નતિક મળ્યું.

જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ ઉપક્રમે જીવનનગર કા વિધ્નહર્તાનું સ્થાપન ભાવપૂર્વ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં એકમાત્ર સમિતિને આદર્શ, સંસ્કાર, ધર્મ સન્માનનું પ્નતિક મળ્યું છે. ઢોલ–નગારા, ડી.જે. ઘોંઘાટ વગર સાદાઈથી સ્થાપન વિધિ કરવામાં આવી હતી.
સમિતિના વિનોદરાય ભટ્ટ અને સુનિતાબેન વ્યાસે ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક આયોજનો નક્કી કર્યા છે તેમાં તા. ૯ મી સપ્ટેમ્બર સુધી દરરોજ ધાર્મિક કાર્યક્રમો સાથે દિપમાલા, મહાઆરતી, યજ્ઞ સાથે લંબોદર સ્તુતિ ગાથા યોજવામાં આવશે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશો માટે મહાદેવધામના આયોજનોમાં શ્રધ્ધાપૂર્વક ભાગીદાર બને છે. શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અનેરો છે. પરિવાર સાથે લોકો આવવાનું પસંદ કરે છે.
સમિતિના કેતન મકવાણા દરરોજ ગણપતિ મહોત્સવમાં સુશોભન સાથે વ્યવસ્થાનો ભાગ સંભાળે છે. જીવનનગર સમિતિએ ધર્મમય વાતાવરણ ઉભું કરી સામુહિક એકતાની સ્થાપના કરી હતી.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ ગણપતિ મહોત્સવનો હાર્દ સમજાવી, ભારતીય સંસ્કૃતિનો વાસ્તવિક ચિતાર આપ્યો હતો. મહારાષ્ટ્રમાં ગણપતિ સ્થાપન સાથે વર્ષો પહેલાની હકીકત મુકવામાં આવી હતી. ઉજવણી ઉન્માદમાં ફેરવાઈ ન જાય તે સૌની જવાબદારી છે.
વાસંતીબેન ત્રિવેદીના ઘરેથી પૂજનવિધિ બાદ મહાદેવધામમાં સ્થાપન વિધિ, યજ્ઞ કરવામાં આવ્યો હતો.
સમિતિના જયંત પંડયાના વડપણ હેઠળ પાર્થ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, વિનુભાઈ ઉપાધ્યાય, વિજયભાઈ જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, ગોવિંદભાઈ ગોહેલ, પંકજભાઈ મહેતા, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, જયોતિબેન પુજારા, હંસાબેન ચુડાસમા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા વકીલ, સોનલબેન મકવાણા, કલ્પનાબેન દવે, પ્નફુલ્લાબેન બોરીચા, આશાબેન મજેઠીયા, શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM