અંકલેશ્વર માં મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માસ પ્રારંભ કરાયો.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માં 0 થી 2 વર્ષ ના બાળકો ને માતા ને પોષણ કીટ નું વિતરણ કરાયું સપ્ટેમ્બર માસ માં તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર પોષણ ને લગતા કાર્યક્રમો નું આયોજન કરાયું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન પોષણ માસ નો આજ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના માં 0 થી 2 વર્ષ ના બાળકો ને માતા ને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ,સાથે ગ્રામવિકાસ ટ્રસ્ટ દ્વારા કિશોરી અને મહિલાઓ ને માસીક ધર્મ અંગે ની વિસ્તુત માહિતી આપવામાં આવી હતી .

કેન્દ્ર સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસ ને પોષણ માસ તરીકે ઉજવવા નું આયોજન કરવામાં આવ્યું છે આ પોષણ માસ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ સંકલીત બાલ વિકાસ યોજના કચેરી દ્વારા તા,1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દરમ્યાન પોષણ માસ આભીયાન નો પ્રારંભ કર્યો હતો તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ,ભરૂચ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર ,અને અંકલેશ્વર ના સંકલીત બાળ વિકાસ અધિકારી સોનલબેન ઠક્કર ની અધ્યક્ષતા હેઠળ પોષણ માસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી બહેનો અને 2 વર્ષ સુધી ના બાળકો ની માતા ઓ ઉપસ્થિત રહ્યા હતા ,આ પોષણ માસ ના પ્રારંભ ટાણે મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત 0 થી 2 વર્ષ ના બાળકો ની માતા ને પોષણ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ,સાથે ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા પોષણ માસ અંતર્ગત કિશોરીઓ અને મહિલાઓ માં માસીક ધર્મ અંગે ની જાગૃતતા કેળવાય તે માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે વિનામૂલ્યે સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું પોષણ માસ દરમ્યાન તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર પોષણ ને લગતા કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ માં વિવિધ વાનગી નું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું આ પ્રંસગે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ના જીગીષાબેન ,અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર નિરાલી પટેલ સહીત સંકલીત બાળ વિકાસ વિભાગ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM