







તા. ૦૧/૦૯/૨૦૨૨ ને ગુરૂવારના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી ૭:૩૦ વાગ્યા સુધી ગાંધીનગર મહાનગર વોર્ડ ૧૧ ભાજપા સંગઠન દ્વારા ઝુંડાલ ગામ ખાતે આવેલ કે.બી.રોયલ અલ્ટેઝા ખાતે મતદાર યાદી સુધારણા તેમજ નવા મતદારો ઉમેરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમમાં વોર્ડ ૧૧ ના કોર્પોરેટરશ્રી સેજલબેન પરમાર, પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, મહામંત્રીઓશ્રી ભવાનસિંહ વાઘેલા, ભીખાભાઈ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ, કિસાન મોરચાના કોષાધ્યક્ષશ્રી દિપકભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય, મહિલા મોરચાના પ્રમુખશ્રી ક્રિષ્નાબેન શાહ, મહિલા મોરચાના ઉપપ્રમુખશ્રી નયનાબેન, ડાહ્યાભાઈ પરમાર, ધનેશભાઇ ત્રિવેદી , કનુભાઈ પરમાર, સ્થાનિક અગ્રણી શ્રી હસમુખભાઈ તથા સ્થાનિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૮૦- જેટલા નવા મતદારો/અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા મતદારો/સરનામું ફેરફાર કરવાનું હોય તેવા મતદારોના ફોર્મ ભરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ કે.બી.રોયલ અલ્ટેઝાના રહીશોનો તેમજ મતદારોમાં મતદાર સુધારણા અંગે જાગૃતતા લાવવા બદલ સોસાયટીના ચેરમેનશ્રી ઈશ્વરભાઈ અગરાભાઈ ચૌધરીનો ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૧ સંગઠન તરફથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ.
