આ શુભ પંખ નવરાત્રી માં સહયોગ કરતા મહિલાઓને, દીકરીઓને દરેક કાર્યનું મહેનતાણું આપવામાં આવે છે જેથી કરીને તેઓ આર્થિક રીતે મજબૂત બને. અને એક નવી દિશા તરફ પ્રયાસ કરે.

આ શુભ પંખ નવરાત્રી માં કાર્યરત રહેતા દરેક ટીમ મહિલાઓ તેમજ દીકરીઓને અભિનંદન પાઠવતા ડોક્ટર આરતીબેન ભીલ

શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ એ આદિવાસી મહિલાઓના કલ્યાણ અર્થે સતત સેવાકાર્યો કાર્યો સાથે જાેડાયેલું છે. સાથે જ આરતીબેન દ્વારા આદિજાતિ સમાજને વિકાસની મુખ્ય ધારામાં જાેડી તેમના જીવનને વધુ સરળ, સમૃદ્ધ અને સમર્થ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટને ચલાવવા માટેના શ્રીમતી આરતીબેન ભીલ તથા ટ્રસ્ટ સાથે જાેડાયેલા તમામ લોકોના પ્રયાસો અને પરિશ્રમ સરાહનાને પાત્ર છે. શુભારંભ ચેરિટેબલ ટ્રસ્ટ અને k kઇવેન્ટ એન્ટરટેનર્સ દ્વારા તાપીના સૌથી મોટા નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૦૦૦૦ જનમેદની ઉપસ્થિત રહેશે અને દૈનિક ઉત્કૃષ્ટ ઈનામો પણ આપવામાં આવશે. શુભપંખ આયોજનના માધ્યમથી પ્રાપ્ત થનારી તમામ આવક નારી સશક્તિકરણ તેમજ ગરીબ બાળકોની શિક્ષા અર્થે દાન આપવામાં આવશે. આ ઈવેન્ટ મહિલાઓ કરે છે. નોકરી કરતા, હાઉસ વાઈફ, પાર્ટ ટાઈમ જોબ, કરતા મહિલા પોતાના સમય ફાળવે છે અને વ્યારા માં ફર્સ્ટ ટાઈમ ઉજવાતી શુભપંખ ની તૈયારી જાેર અને શોર થી કરી રહ્યા છે. આ નવરાત્રી ની સફળ બનાવવા વધુ ને વધુ વેગ વનતું બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. જેથી કરી ને નારી શક્તિને એક નવી રાહ મળે અને તેઓ સામાજીક, આર્થિક, રીતે આગળ વધે. વધુ મજબૂત બને. નાનપણમાં ભણવાથી લઈને દરેક નાની-નાની સ્થિતિમાં સંઘર્ષ કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવાની રાહ પર અડગતાસહ આત્મવિશ્વાસ સાથે ચાલનારનું ઉદાહરણ એટલે આરતીબેન ભીલ જીવનમાં કંઈક કરી બતાવવાનો જાેમ, જુસ્સો, ઈચ્છાશક્તિ, નિષ્ઠા અને દૃઢ વિશ્વાસના પરિણામ સ્વરૂપે આજે એક ગરીબ આદિવાસી પરિવારની દીકરી આરતીબેન ભીલ. આદિવાસી સમાજ ની દીકરીઓ વધુ સક્ષમ બને જેથી સમાજ મજબુત બને. અને દેશ વિકાસ ની ગતિ આગળ વધે એજ પ્રેરણા પુરી પાડવા માટે આરતીબેન ભીલ મહિલાઓને અપીલ કરી રહ્યા છે કે તેઓ આ શુભ પ્રસંગ માં જાેડાય અને દેશ ને વધુ મજબુત કરવા માટે આગળ વધે તે માટે તેમને સહુ સાથ,સહકાર,સ્નેહ અને સહયોગ આપે.
