મોરબી: કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ MLA દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

મહેશ ડી સિઘવ -કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ

મોરબી: કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ MLA દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવીમોરબી જિલ્લામાં કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લઈને પરિવારના માળા વીખી નાખ્યા છે તો ઘણાં કિસ્સામાં તો બાળકો નિરાધાર બન્યા છે. આવા સમયે અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવ્યાંગત આત્માને મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાગવત આચાર્ય પ. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના દિવ્ય મુખેથી તા. ૧૨ સપ્ટેમ્બરથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન કર્યું છે. જેની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીઘી હતી અને આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભાગવત સપ્તાહ નિમિતે તા. ૧૧ સપ્ટેમ્બરને રવિવારના રોજ બપોરે ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે જે પોથીયાત્રા તા. ૧૧ ને રવિવારે બપોરે ૩ : ૩૦ કલાકે ઉમિયા માતાજી મંદિર, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતેથી પ્રસ્થાન થશે અને શોભાયાત્રા શહેરના સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વિસીફાટક, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વસંત પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપા સીતારામ ચોક રવાપર રોડ, સ્વાગત હોલ રવાપર ચોકડી, અવની ચોકડી અને ઉમિયા સર્કલ તેમજ ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ફરીને શક્તિ માતાજી મંદિર શનાળા ગામથી પટેલ સમાજ વાડી પહોંચશે
આ ઉપરાંત આ પોથી યાત્રામાં શ્રીકૃષ્ણ જન્મ, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી રુક્ષ્મણી વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગોની દિવ્ય ઉજવણી કરાશે તે ઉપરાંત તા. ૧૨ ને સોમવારે પૂજ્ય શ્રી હરિદર્શનદાસ સ્વામીની મોટીવેશનલ સ્પીચ, તા. ૧૪ ને બુધવારે ભવ્ય લોકડાયરો જેમાં માયાભાઈ આહીર, યોગેશભાઈ ગઢવી સહિતના કલાકારો પધારશે તા. ૧૬ ના રોજ પૂજ્ય ડો. જ્ઞાનવત્સલસ્વામીજીની મોટીવેશનલ સ્પીચ અને તા. ૧૭ ને શનિવારે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં બ્રીજરાજ ગઢવી, સાગરદાન ગઢવી અને પુનમબેન ગોંડલીયા સહિતના કલાકારો જમાવટ કરશે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના યજમાનપદે યોજાનાર આ કથામાં પધારવા મોરબીની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે……..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *