માંડવી તાલુકા માં એક વાર ફરી દીપડા નો આતંક સામે આવ્યો છે ,સાંજ ના સમયે આંગણ માં રમી રહેલી બાળકી પર હુમલો કરી બાળકી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી ,બાળકી નો મૃતદેહ થોડે દુર ખેતર માંથી મળી આવ્યો હતો ,વન વિભાગ એ દીપડા ને પકડવા પાંજરું ગોઠવવાની કામગીર હાથ ધરી છે. જાેકે, લાંબા સમયથી દીપડાઓના ખસીકરણની માંગ વધી રહી છે ત્યારે વન્ય જીવનમાં અને વન્યસૃષ્ટીમાં કઈ પણ પ્રદાન ન આપનારા આ જાનવરના હુમલાઓ સામે વનવિભાગ જાણે મૂકપ્રેક્ષક બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત જીલ્લાના માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી ઘર બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવીને ગળા ના ભાગે થી પકડીને ખેતરમાં લઇ ગયો હતો.
નાના ભાઈ એ બુમાબુમ કરતા ઘર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવી ને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો ,જાેકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવીનું મોત થઇ ચુક્્યું હતું. ઘટના ની જાણ આ વિસ્તાર ના ધારાસભ્ય આનદ ચૌધરી ને થતા આનંદ ચોધરી ઘટના સ્થળે પહોચ્યા હતા અને સમગ્ર ઘટના ને વખોડી કાઢી હતી ,સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વન વિભાગ ને જાણ કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહિ ગોઠવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
મામલાની જાણ થતા ધારાસભ્ય આનંદ ચૌધરી પણ ધસી આવ્યા હતા અને વન વિભાગ દ્વારા જાે દીપડા ને વહેલી તકે પકડવામાં નહી આવે તો દીપડાને જાનથી મારી નાખવાની ચીમકી પણ ધારાસભ્ય એ ઉચ્ચારી હતી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે બાળકીનો કબજાે લઇ બાળકીનાં મૃતદેહને પી.એમ માટે બોધાન પી.એચ.સી પર ખસેડ્યો હતો તેમજ દીપડાને પકડી પાડવામાં તાબડતોડ નજીકના ખેતરાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવાની તેમજ ટ્રેપ કેમેરા ગોઠવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ બાળકીના પરિવારજનોને કાલ બપોર સુધીમાં વળતર ચૂકવી દેવાની પણ બાહેંધરી આપવામાં આવી હતી.
