

રિપોર્ટ, મયુર પટેલ
૧૭૦ મહુવા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ના કાર્ય વિસ્તાર મહુવા તાલુકાના મહુવરીયા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ખાતમૂહૂર્ત ૨ વર્ષ પહેલા ધારાસભ્યના હસ્તે કરવામા આવેલ અને ખૂબ જ ઝડપથી સુવિધાસભર અદ્યતન આરોગ્ય કેન્દ્રના નિર્માણ અને લોકાર્પણ બાદ વધુ આરોગ્યલક્ષી સુવિધાઓમાં સતત વધારો કરવાના આશયથી વિસ્તારના ઇમર્જન્સી મેડિકલ સુવિધાની જરૂરિયાત વાળા દર્દીઓ માટે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ની ગ્રાન્ટ ના સહયોગ થી આધુનિક સુવિધાવાળી એમ્બ્યુલન્સ નું પરંપરા મુજબ પૂજન અર્ચન કર્યા બાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ચાવી આપી લીલી ઝંડી દર્શાવી વિધિવત રીતે જનસેવા અર્થે આજરોજ એમ્બ્યુલન્સસેવા ને ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ પ્રસંગે મોહનભાઇ ઢોડિયા સાથે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય સંગીતાબેન આહીર, તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઇ ચૌધરી, વિક્રમભાઈ પટેલ સુરત જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ મનીષાબેન ચૌધરી , મહુવા તાલુકા સંગઠનના મહામંત્રી હેમંતભાઈ ચૌધરી, મહુવા સુગરના ડિરેક્ટર આનંદભાઈ ચૌધરી, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.