વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતી શહેર સ્તરની ગરબા સ્પર્ધાનો આજથી સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રારંભ

રિપોર્ટ : ચિરાગ પોડેય

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતી શહેર સ્તરની ગરબા સ્પર્ધાનો આજથી સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રારંભ થયો છે. આ વખતે ગરબા સ્પર્ધામાં કુલ 19 એન્ટ્રી આવી છે. સરકારના પરિપત્ર મુજબ કોર્પોરેશનની આ ગરબા સ્પર્ધા તારીખ 20મી સુધીમાં પૂર્ણ કરી વિજેતાઓની યાદી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે તારીખ 22મી સુધીમાં મોકલી આપી એન્ટ્રી ફોર્મ ભરી દેવા જાણવા મું છે. કોર્પોરેશનની ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ટુકડીએ પ્રાચીન અને અર્વાચીન એમ બે અલગ-અલગ કૃતિ રજૂ કરવાની હોય છે. સમગ્ર સ્પર્ધામાં પ્રાચીન અને અર્વાચીન વિભાગમાં પ્રથમ સ્થાને આવનાર ટુકડીને રાજ્યકક્ષાના ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવશે. કોર્પોરેશનની આ ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર ટુકડીને ગયા વર્ષ મુજબ 8000 પ્રોત્સાહન તરીકે અપાશે. પ્રાચીન તથા અર્વાચીન વિભાગમાં પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવનાર ટુકડીને રોકડ 10,000નું ઇનામ અનુક્રમે બંને વિભાગ માટે અલગ-અલગ અપાશે. રાજ્ય સ્તરની ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બંને વિભાગની ટુકડીઓને 15,000 અપાશે. આ ઉપરાંત કોર્પોરેશનને ખર્ચે લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ ગરબા સ્પર્ધા માટે 7.80 લાખનું બજેટ ગયા વર્ષની જેમ આ વર્ષે ફાળવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. નારી સંરક્ષણગૃહ અંત કન્યાશાળા પછાત વિસ્તાર હેન્ડીકેપ સંસ્થા અને શ્રી અરવિંદ સોસાયટીની બહેનો દ્વારા ગરબો રજૂ કરાય તો તેઓને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ અપાશે. ખર્ચ અને પ્રોત્સાહન રકમ માટે અંતિમ નિર્ણય સ્થાયી સમિતિ કરશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM