મહુવા તાલુકાનાં મહુવરીયા ગામે વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નમો વન તૈયાર કરવામાં આવ્યું

રિપોર્ટ ,મયુર પટેલ

આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો હોય એવા સમયે ભારતના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિન ની ઉજવણીના ભાગ રુપે મહુવા તાલુકાનાં મહુવરીયા ગામે ૭૫ વૃક્ષો વાવીને જન્મ દિવસ ને અનોખી રીતે ઉજવવામાં આવ્યો મહુવરીયા ગામ ના સરપંચ શ્રી બાબુભાઈ પટેલ તથા ગ્રામજનોના હસ્તે ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મ દિવસ તેમજ આઝાદીનો અમૃત મહોત્સવ પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચોતેર ફળાઉ વૃક્ષોનું ગીચ જંગલ ઉછેરવાની નેમ સાથે આજરોજ નદિ કિનારાની ખરાબાની જમીનનો સદુપયોગ કરવાના હેતુથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આ પ્રસંગે ઉલ્લેખનીય છેકે ગામ દ્ધરા આ વન નું જતન કરવાની જવાબદારી વૃક્ષો રોપનાર તમામે પોતાના શિરે લીધી છે અને વડાપ્રધાનશ્રીના માનમાં આ વનનું નામ નમો વન તરીકે જાહેર કર્યું છે આ કાર્યક્રમમાં મહુવા તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હેમંતભાઈ ચૌધરી તાલુકા પંચાયતમાં સભ્ય દિનેશભાઇચૌધરી, જગદીશભાઈ આહિર, મહુવા સુગરના ડિરેકટર આનંદભાઇ ચૌધરી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *