વિશ્વપ્રસિદ્ધ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના 72 માં જન્મદિવસ ને સુરત મહાનગર ભાજપ એકમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

       વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના 72 મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા આજરોજ પ્રત્યેક વોર્ડમાં મહારક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને 1532 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તથા બક્ષીપંચ મોરચા દ્વારા 300 દિવ્યાંગ બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં અનાજ સહિતની કીટ વિતરણ, સફાઈ અભિયાન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ખાણીપીણી તથા ચીજ વસ્તુઓની ખરીદીમાં 10% થી લઈને 50% સુધી ડિસ્કાઉન્ટ ની ઓફર પણ કરવામાં આવી હતી.
  ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી જંખનાબેન દ્વારા દિવ્યાંગ બાળકો માટે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું
   ભારતીય જનતા પાર્ટી ભાજપ કાર્યાલય પંડિત દિન દયાલ ભવન ઉધના ખાતે આદરણીય મોદીજીના જીવન ચરિત્ર વિશે એક પ્રદર્શન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા મહામંત્રી શ્રી ઓ શ્રી કિશોરભાઈ, શ્રી મુકેશભાઈ દલાલ શ્રી કાળુભાઈ ભીમનાથ ધારાસભ્યશ્રીઓ સંગઠનના સહુ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ પ્રદર્શનને નિહાળ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *