અમરાઈવાડીમાં રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ યોજાયો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવાનેતા અને પરપ્રાંતીય યુવા સંઘઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજેન્દ્ર જુંગીભાઈ ચૌહાણ દ્વારા રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ અને ફ્રી ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ૧૧૧થી વધુ યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. જ્યારે ૧૨૦૦થી વધુ લોકોને ચશ્માંનું વિતરણ કરાયું અને ડાયાબિટીસ ચેક અપના કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સ્કૂલના છોકરાઓને બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *