


હિંમતનગર : રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા દ્વારા હિંમતનગર શહેરના મહાવીરનગર રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમણે કરેલા વિકાસ કાર્યોની પ્રદર્શનની કાર્યક્રમનું ઉદ્ઘાટન નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, જિલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, ગોપાલસિંહ રાઠોડ, નિર્ભયસિંહ રાઠોડ, શૈલેષભાઈ ધુવાડ, ધીરેનભાઈ અસારી, એડવોકેટ અરવિંદભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ યતીનબેન મોદી, જિલ્લા ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ નીલાબેન પટેલ, નટવરસિંહ ભાટી, નિર્મળાબેન પંચાલ, હંસાબેન પિત્રોડા, રાજેન્દ્રસિંહ પરમાર સહિત કાર્યકરો નગરજનો હાજર રહેલ.