પોલિયો રસીકરણ ઝૂંબેશ અંતર્ગત જિલ્લાના કુલ ૯૮૯ પોલીયા બુથ પર એક જ દિવસમાં ૮૮.૯૫ % બાળકોને આવરી લેવાયા.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
(SNID) sub national immunization day પોલીયો કાર્યક્રમ અંતર્ગત તા. ૧૯ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધી ત્રી- દિવસીય પ્લસ પોલીયોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ માત્ર એક જ દિવસમાં ભરૂચ જિલ્લામાં કુલ ૯૮૯ પોલીયો બુથ પર ૮૮.૯૫ ટકા બાળકાને પોલીયોના ટીંપા પીવડાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ત્રી દિવસીય આ કાર્યક્રમાના અન્ય બે દિવસ પણ જીલ્લા આરોગ્ય તંત્ર તરફથી હાઉસ ટુ હાઉસ બાકી રહી ગયેલા બાળકો ને આવરી લેવાનું સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
