ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની ગ્રાન્ટમાંથી ₹ ૧૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધા સાથે આઈસીયુ બેડ આપવામાં આવ્યા

રિપોર્ટ : બીના પટેલ

ખંભાતની ૭૫ વર્ષ જૂની ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી (જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ ની સારવાર અને સવલત માટે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની ગ્રાન્ટમાંથી ₹ ૧૦ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધા સાથે આઈસીયુ બેડ આપવામાં આવ્યા હતા. ખંભાત ખાતે દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તેમજ વિપદાનો સામનો કરવો ન પડે તે માટે ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી તેમજ ધી કાર્ડિયાક કેર સેન્ટર સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે જનરલ હોસ્પિટલમાં ₹ ૧૦ લાખના ખર્ચે અત્યાધુનિક આઇસીયું બેડ તેમજ કાર્ડિયાક હોસ્પિટલમાં ₹ ૧૫ લાખના ખર્ચે ડાયાલીસીસ માટેના મશીન ની ફાળવણી કરી બન્ને હોસ્પિટલની તત્કાલીન જરૂરિયાત પૂર્ણ કરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *