રિપોર્ટ, મયુર પટેલ

દેશ અને દુનિયાનુ સૌથી મોટું સમાન ભારત દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૦૧૪ થી આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે વડાપ્રધાન તરીકે નહીં પરંતુ પ્રધાનસેવક તરીકે આ દેશની ધુરા સંભાળી ત્યારથી નરેન્દ્રભાઈના જન્મદિવસ ને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો સમાજમાં વિવિધસેવાકીય પ્રવૃત્તિઓ થકી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ તથા પક્ષ તરફથી વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરી છેવાડાના અંતિમ માનવી સુધી પહોંચાડવાના ઉપલક્ષમાં
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર સુધી ચાલનાર સેવા પખવાડિયા નિમિત્તે સુરત જિલ્લા કિસાન મોર્ચા તથા મહુવા તાલુકાના કિશાન મોરચા ના સંયુક્ત ઉપક્રમે ગઇ કાલે મહુવા તાલુકા પંચાયતના બોરિયા ગામે થી શરૂ થયેલી કિસાન પંચાયત આજરોજ તરસાડી મુકામે ગાયત્રી મંદિરના હોલ ખાતે કિસાન ગ્રામ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ખેડૂતોને લગતી તમામ યોજનાઓનીે વિવિધ માહિતીઓ થી ખેડુતોને માહિતગાર કરાયાં હતાં અને નાનકડી ફિલ્મનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના મહુવા વિધાનસભાના સંયોજક પ્રજ્ઞેશભાઈ નાયક જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ તુષારભાઈ પટેલ જગદીશભાઈ રબારી તાલુકા કિસાન મોરચાના પ્રમુખ ભરતભાઈ ગરાસિયા તાલુકા ઈન્ચાર્જ હેમંતભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ તથા ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા